કુણવદર ગામે ભાજપના નેતાઓને પ્રવેશ પર પ્રતિબંધ.
પોરબંદર, 4 નવેમ્બર (હિ.સ.) પોરબંદર તાલુકાના કુણવદર ગામમાં વિકાસને લઈને લોકોમાં નારાજગી સામે આવી છે. સ્થાનિકો અને ખેડૂતો ખુલીને ભાજપ સરકાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો છે. ખાસ કરીને પોરબંદર ભાજપના નેતાઓને મીડિયાના માધ્યમથી ચેતવણી આપી આક્રોશ વ્યક્ત ક
કુણવદર ગામે ભાજપના નેતાઓને  પ્રવેશ પર પ્રતિબંધ.


કુણવદર ગામે ભાજપના નેતાઓને  પ્રવેશ પર પ્રતિબંધ.


કુણવદર ગામે ભાજપના નેતાઓને  પ્રવેશ પર પ્રતિબંધ.


કુણવદર ગામે ભાજપના નેતાઓને  પ્રવેશ પર પ્રતિબંધ.


કુણવદર ગામે ભાજપના નેતાઓને  પ્રવેશ પર પ્રતિબંધ.


પોરબંદર, 4 નવેમ્બર (હિ.સ.) પોરબંદર તાલુકાના કુણવદર ગામમાં વિકાસને લઈને લોકોમાં નારાજગી સામે આવી છે. સ્થાનિકો અને ખેડૂતો ખુલીને ભાજપ સરકાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો છે. ખાસ કરીને પોરબંદર ભાજપના નેતાઓને મીડિયાના માધ્યમથી ચેતવણી આપી આક્રોશ વ્યક્ત કર્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે, રાજાશાહી વખતના કામો થયા પછી ચૂંટાયેલી તમામ સત્તા પક્ષના નેતાઓએ કુણવદર ગામમાં વિકાસના નામે માત્ર મતો લેવાનું અને વાયદાઓ કરવાનું કામ કર્યું છે. અન્ય આજના જમાના પ્રમાણે સુવિધાઓ ઠીક રસ્તા જેવી પ્રાથમિક સુવિધા પણ આ ગામમાં આપવામાં આવી નથી. ગામના મુખ્ય રસ્તા હોય કે પછી વાડી વિસ્તારને જોડતા રસ્તા હોય જ્યાં જુઓ ત્યાં કાદવ કીચડ જોવા મળી રહ્યું છે જેને લીધે ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પોરબંદર તાલુકાનું કુણવદર ગામ જ્યાં આજે પણ વિકાસના નામે મીંડું છે. જેના લીધે દિવસેને દિવસે લોકોનો આક્રોશ વધતો જ રહ્યો છે. ગઈ કાલે સોમવારે તા. 3 નવેમ્બરના રોજ ગ્રામજનો એકત્ર થઈ મીડિયા સમક્ષ પોરબંદરના ચૂંટાયેલા ભાજપના નેતાઓ તથા ગુજરાત સરકાર વિરુદ્ધ આક્રોશ ઠાલવ્યો હતો અને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, અમારા ગામમાં પ્રવેશતા પહેલા ગામના તમામ રસ્તાઓ બનાવવામાં આવે ત્યાર બાદ જ મત લેવા આવજો.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande