સોશિયલ મીડિયામાં સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરનાર મહિલા સામે ફરિયાદ.
પોરબંદર, 24 જૂન (હિ.સ.) પોરબંદરમાં સોશિયલ મીડિયા પર લાઇવ આવી અનુસૂચિત જાતિ સમાજ તેમજ અન્ય સમાજો અંગે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી સમાજમાં વૈમનસ્ય અને વિખવાદ ફેલાવવાનો પ્રયાસ કરવાના આરોપસર એક યુવતી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરિયાદ મુજબ, પ
સોશિયલ મીડિયામાં સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરનાર મહિલા સામે ફરિયાદ.


પોરબંદર, 24 જૂન (હિ.સ.) પોરબંદરમાં સોશિયલ મીડિયા પર લાઇવ આવી અનુસૂચિત જાતિ સમાજ તેમજ અન્ય સમાજો અંગે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી સમાજમાં વૈમનસ્ય અને વિખવાદ ફેલાવવાનો પ્રયાસ કરવાના આરોપસર એક યુવતી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ ફરિયાદ મુજબ, પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતી કારીબેન ઉર્ફે રીયાબેન મહેર દ્વારા પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડી riyu_7700 પરથી લાઈવ થઈ તેમજ વીડિયો અપલોડ કરી અલગ-અલગ સમયે ફરિયાદી અને સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ વિશે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ પોસ્ટ અને લાઈવ વીડિયોમાં દલિત સમાજ તથા અન્ય સમાજો વચ્ચે વૈમનસ્ય, દ્વેષ અને વિખવાદ ફેલાય તેવા શબ્દો બોલવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.આ મામલે ફરિયાદી પિયુષ માલદેભાઈ શીંગરખિયા ધરમપુર ગામ ની અરજીના આધારે પોરબંદર પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande