
અમદાવાદ,4 નવેમ્બર (હિ.સ.) ગુજરાતમાં આ વર્ષે અત્યાર સુધી ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં પડેલા અતિભારે વરસાદને કારણે ખેડૂતોનો મોંમાં આવેલો કોળિયો પડી ગયો છે. એટલે કે, કમોસમી ભારે વરસાદને કારણે મોટાભાગના ખેડૂતોના તૈયાર પાકને નુકસાન પહોંચ્યું છે. ત્યારે ગુજરાતના ખેડૂતો માટે હવામાન વિભાગે રાહતની આગાહી કરી છે. આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જે બાદ છ દિવસ વરસાદની કોઈ આગાહી નથી. શુષ્ક હવામાનની શક્યતા છે. આ સાથે હવામાન વિભાગે તાપમાન નીચું જવાની પણ આગાહી કરવામાં આવી છે.આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આજથી એટલે કે, 4 નવેમ્બરથી લઈને 10 નવેમ્બર સુધી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ખાસ કરીને, આ વરસાદ પૂર્વ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અને તેની નજીકના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રહેશે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના દક્ષિણ ભાગો, દરિયાકાંઠાના વિસ્તારો અને પશ્ચિમી કચ્છના જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેશે.
તેના આગળના દિવસો, એટલે કે 5થી 10 નવેમ્બર સુધી સૂકું હવામાન રહેશે. હાલમાં પવનની દિશા પશ્ચિમ દિશામાંથી છે. આજે અમદાવાદમાં આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે, હળવા વરસાદ અને ગાજવીજની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મહત્તમ તાપમાન લગભગ 32 ડિગ્રી સેલ્સિયસની આસપાસ અને ન્યૂનતમ તાપમાન લગભગ 22 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે.અત્યારે રાજ્યમાં ન્યૂનતમ તાપમાનની જે સ્થિતિ છે, તેમાં આગામી સાત દિવસો માટે 2થી 4 ડિગ્રી સેન્ટિગ્રેડનો ધીમેધીમે ઘટાડો થવાની શક્યતા છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું, આજે કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે, પરંતુ એક અઠવાડિયા સુધી વાતાવરણમાં મોટો ફેરફાર નહીં થાય અને તાપમાનમાં પણ કોઈ બદલાવ નહીં આવે. એક અઠવાડિયા સુધી વાતાવરણમાં કોઈપણ વધારે બદલાવ જોવા નહીં મળે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ