આ વરસે કુદરતની મહેર હતી પણ માવઠાથી મોટો માર પડ્યોઃ હીરા લિંબાસિયા, ખેડૂત
રાજકોટ,4 નવેમ્બર (હિ.સ.) ‘આ વર્ષે કુદરતની મહેર સારી હતી, વરસાદ સારો હતો, પણ માવઠાથી મોટો માર પડ્યો છે’.. આ શબ્દો છે તરઘડીના ખેડૂત હીરા લિંબાસિયાના. તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે વરસાદ સારો હોવાથી વરસ સારું જવાની આશા હતી. પણ માવઠાના કારણે મોટું
આ વરસે કુદરતની મહેર હતી પણ માવઠાથી મોટો માર પડ્યો હીરા લિંબાસિયા, ખેડૂત


રાજકોટ,4 નવેમ્બર (હિ.સ.) ‘આ વર્ષે કુદરતની મહેર સારી હતી, વરસાદ સારો હતો, પણ માવઠાથી મોટો માર પડ્યો છે’.. આ શબ્દો છે તરઘડીના ખેડૂત હીરા લિંબાસિયાના. તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે વરસાદ સારો હોવાથી વરસ સારું જવાની આશા હતી. પણ માવઠાના કારણે મોટું નુકસાન થયું છે.

તેમણે કહ્યું હતું કે, તેમને સાત એકર જમીન છે. જેમાંથી અડધામાં કપાસ અને અડધામાં મગફળી વાવી છે. કમોસમી વરસાદના કારણે મોટાભાગનો પાક ખરાબ થઈ ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના હિતની ચિંતા કરતા ખેતપાક નુકસાનીનો તાત્કાલિક સર્વે શરૂ કરાવ્યો છે, તેને બિરદાવીએ છીએ અને ખેડૂતોના હિતમાં વહેલાસર રાહત પણ જાહેર થશે તેવી આશા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande