પોરબંદરમાં સાઇબર ફ્રોડની રકમ બેન્ક અકાઉન્ડ માંથી ચાઉ.
પોરબંદર, 15 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર સહિત રાજયમા સાયબર ફ્રોડની ફરીયાદ હવે સામાન્ય બની ગઇ છે સાયબર ફ્રોડની રકમ બેંક એકાઉન્ટ ભાડે રાખી અને તેમા જમા કરવામા આવે છે. ત્યાર બાદ રકમ ઉપાડી લેવામા આવે છે આવી બે અલગ અલગ ફરીયાદ પોરબંદરમા નોધાઈ છે પોરબંદર ર્
પોરબંદરમાં સાઇબર ફ્રોડની રકમ બેન્ક અકાઉન્ડ માંથી ચાઉ.


પોરબંદર, 15 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર સહિત રાજયમા સાયબર ફ્રોડની ફરીયાદ હવે સામાન્ય બની ગઇ છે સાયબર ફ્રોડની રકમ બેંક એકાઉન્ટ ભાડે રાખી અને તેમા જમા કરવામા આવે છે. ત્યાર બાદ રકમ ઉપાડી લેવામા આવે છે આવી બે અલગ અલગ ફરીયાદ પોરબંદરમા નોધાઈ છે પોરબંદર ર્કિતિમંદિર પોલીસ સ્ટેશનના પીઆઈ જેસીગ ચૌધરી એવી ફરીયાદ નોંધાવી છે.

એસબીઆઈ બ્રાન્ચના બેંક એકાઉન્ટમા પૂર્વ આયોજીત રીતે ઠગાઈની રકમ મેળવેલી હોવા હોવાનુ જાણતા છતા બેંક ખાતાધારકે 4,00,640 જેવી રકમ એટીએમ, ચેકબુક અને આરટીજીએસથી ઉપાડી લીધી હતી.

આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અન્ય એક ફરિયાદની વાત કરીએ તો પોરબંદર સાયબદર ક્રાઈમના એએસઆઈ દિવ્યેશ હર્ષદભાઈ પટેલે એવી ફરીયાદ નોંધાવી છે કે પોરબંદરના સુરૂચી સ્કુલ પાસે રહેતા અક્ષય કુમાર ચુડાસમાએ પોતાના એસબીઆઈનુ પોતાનુ બેંક એકાઉન્ટ ભાડે આપી અથવા બીજાને ઉપયોગ કરવા આપી અલગ-અલગ રાજયના લોકો સાથે થયેલી ફ્રોડની રકમ 7,50,000 જેવી રકમ એટીએમ, ચેકની મદદથી ઉપયોગ કરી સગેવગી કરી હતી આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande