શિયાળી ઠંડીમાં પોરબંદરના યાર્ડ ખાતે કેરીની આવક.
પોરબંદર, 15 ડિસેમ્બર (હિ.સ.) સામાન્ય રીતે ઉનાળામા કેસર કેરીની આવક જોવા મળતી હોય છે પોરબંદરના માર્કેટીગ યાર્ડમા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળાના સમયમા કેસર કેરીની આવક જોવા મળી હતી પોરબંદરના માર્કેટીગ યાર્ડમા આજે સોમવારે કેસર કેરીના એક બોકસની આવક
શિયાળી ઠંડીમાં પોરબંદરના યાર્ડ ખાતે કેરીની આવક.


પોરબંદર, 15 ડિસેમ્બર (હિ.સ.) સામાન્ય રીતે ઉનાળામા કેસર કેરીની આવક જોવા મળતી હોય છે પોરબંદરના માર્કેટીગ યાર્ડમા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળાના સમયમા કેસર કેરીની આવક જોવા મળી હતી પોરબંદરના માર્કેટીગ યાર્ડમા આજે સોમવારે કેસર કેરીના એક બોકસની આવક જોવા મળી હતી અને તે બોકસ એક કિલાના 1251 અને 10 કિલોના બોકસરના 12501 મા વહેંચાયુ હતુ યાર્ડના ફળોના વેપારી નિતિન દાસાણીના જણાવ્યા અનુસાર શિયાળાના પ્રારંભ કેસર કેરીની આવક થઈ છે.હનુમાનગઢના ખેડુતની વાડીમા આવેલા આંબાના બગીચામા એક આંબામા કેસર કેરીની આવક જોવા મળી હતી અને ખેડુત આજે એક બોકસ વહેચવા માટે પોરબંદરના માર્કેટીગ યાર્ડમા આવ્યા હતા કેસર કેરીના બોકસમા ગુલાબનુ ફુલ મુકવામા આવ્યા હતુ અને ખેડુત અને વેપારીઓને પેંડા ખવડાવી મીઠું મોઢુ કરવામા આવ્યુ હતુ અને ત્યાર બાદ કેરીના બોકસની હારજી કરવામા આવી હતી ગત વર્ષે પણ શિયાળાના સમયમા 10થી 12 કેસર કેરીના બોકસની આવક થઇ હતી તો આ વર્ષે પણ કેસર કેરીની આવક જોવા મળી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande