

પોરબંદર, 15 ડિસેમ્બર (હિ.સ.) જામ જોધપુર નજીકના અમરાપર ગામના વાગડીયાપીર વાડી વિસ્તારમાં રહેતી એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા ખાગેશ્રી 108ની ટીમે તેને વાડીમાં પ્રસુતિ કરાવી હતી. મહિલાએ તંદુરસ્ત પુત્રને જન્મ દેતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો.
આધુનિક જીવનશૈલી ફાસ્ટયુગમાં તમામ સુવિધાઓ આંગળીના ટેરવા ઉપર ઉપલબ્ધ છે જેમાની એક સુવિધા 108ને માનવામાં આવે છે. 108ની ટીમ ઈમરજન્સી સમયે કોઈ પણ સ્થળે પહોંચી જાય છે અને સારવાર પુરી પાડે છે. અમરાપર ગામના વાગડીયા પીર વાડીવિસ્તારમાં રહેતા એક શ્રમિક મહિલાને બીજીવખત પ્રસુતિની પીડા ઉપડી હોવાનો ફોન આવતા 108ની ટીમ ઈ.એમ.ટી રાજ જોશી પાયલોટ સરમણ ચાવડા પહોંચ્યા હતા અને હેડ ઓફિસે પર હાજર રહેલા ફિઝિશિયન ડો. પટેલના માર્ગદર્શન હેઠળ પોતાની આવડત અને તાલીમનો ઉપયોગ કરી સમય સુચકતા વાપરી મહિલાને પ્રસુતિની પીડા વધુ હોવાથી વાડીમાજ ડિલિવરી કરાવી હતી.જેમાં મહિલાએ તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો હતો. એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપ્યાબાદ મહિલાને સરકારી હોસ્પિટલ ઉપલેટા ખાતે સીફ્ટ કરવામાં આવ્યા હતા. 108ની સેવાએ આધુનિક સમયમાં મહત્વની સાબિત થઇ રહી છે પુત્રનો જન્મ થતા ઈ.એમ.ટી રાજ જોશી તથા પાયલોટ સરમણ ચાવડા અને ખાગેશ્રી 108ની ટીમને પ્રોગ્રામ મેનેજર આકાશ જિલ્લા એક્ઝીક્યુટીવ જયેશગીરી મેઘનાથીએ અભિનંદન પાઠવી બિરદાવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya