



ગોધરા, 16 ડિસેમ્બર (હિ.સ.) : ઘોઘમ્બા તાલુકાની અન્ય એક પંચાયતમાં તલાટી દ્વારા ખોટી રીતે લગ્ન નોંધણી કરાયાનો પરીવારજનો એ આક્ષેપ કર્યો છે, ત્યારે પંચમહાલના અંતરિયળ ગામોમાં તલાટીઓ દ્વારા બોગસ લગ્ન નોંધણીનું મોટુ કૌભાંડ હોવાની આશંકા સેવાઈ રહી છે. ગોધરાના દારૂણીયા ગામના યુવક યુવતી એ ઘોઘમ્બા તાલુકાના રાણીપુરા ગામની ગ્રામ પંચાયતમાં જઈ લગ્ન નોંધાવ્યાની વાત સામે આવતા પરીવારજનો દ્વારા તપાસ કરાતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.
યુવતીના પિતા દ્વારા રાણીપુરા ગામે જઈ તલાટી વિરુદ્ધ કરાઈ ફરિયાદ કરવામાં આવતી તલાટી પંચાયત છોડી ભાગી ગયેલ અને રાણીપુરા ગામના તલાટી યુવતીના પિતાને મળ્યા નહીં અને ગ્રામ પંચાયતને તાળું મારી થયા ગાયબ થઈ ગયો હતો, ત્યારબાદ યુવતીના પિતા અને અન્ય પરીવારજનો એ તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરવા ઘોઘમ્બા ગયા હતા અને ત્યા લેખિત મા રજુઆત કરી હતી તદ્દ ઉપરાંત પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ