બાબરાના જામબરવાળા ગામે ગૃહકંકાસથી કંટાળી યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો
અમરેલી, 16 ડિસેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લામાં ગઈકાલે બે અલગ-અલગ બનાવોમાં એક યુવક અને એક તરૂણીએ અલગ કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના પોલીસ નોંધમાં આવી છે. જેમાં બાબરા તાલુકાના જામબરવાળા ગામની ઘટના ચકચાર જગાવતી બની છે. પંચમહાલ જિલ્લા
બાબરાના જામબરવાળા ગામે ગૃહકંકાસથી કંટાળી યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો


અમરેલી, 16 ડિસેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લામાં ગઈકાલે બે અલગ-અલગ બનાવોમાં એક યુવક અને એક તરૂણીએ અલગ કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના પોલીસ નોંધમાં આવી છે. જેમાં બાબરા તાલુકાના જામબરવાળા ગામની ઘટના ચકચાર જગાવતી બની છે.

પંચમહાલ જિલ્લાના વતની અને હાલ બાબરા તાલુકાના જામબરવાળા ગામે રહેતા ગોરધનભાઈ કોચરભાઈ રાઠવા (ઉંમર આશરે 25 વર્ષ) નામના યુવકને પત્ની સાથે લાંબા સમયથી ઘરકંકાસ ચાલતો હતો. પારિવારિક વિવાદને કારણે યુવક માનસિક તાણમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. આ પરિસ્થિતિથી કંટાળી ગયેલા યુવકે ગત તારીખ 14ના રોજ સાંજે આશરે 7 વાગ્યાના અરસામાં જામબરવાળા ગામની સીમમાં ઝાડ સાથે દોરી-રસ્સી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોએ તરત જ બાબરા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. યુવકનું મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી છે. આ ઘટનાને લઈ બાબરા પોલીસ મથકમાં અકસ્માત મોતની નોંધ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સતત વધતી ગૃહકલહ અને માનસિક તાણ જેવી પરિસ્થિતિઓ ગંભીર પરિણામ લાવી શકે છે, તેવો સંદેશ આ ઘટનાથી સામે આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande