
પાટણ, 16 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુર ખાતે માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા E-1 ટાઇપના નવા જજ ક્વાર્ટરનું બાંધકામ પ્રગતિ હેઠળ છે. આ એક યુનિટના બાંધકામ માટે રાજ્ય સરકારે 5 એપ્રિલ, 2023ના રોજ રૂ. 121.71 લાખની વહીવટી મંજૂરી આપી હતી અને 23 ડિસેમ્બર, 2024ના રોજ ઇજારદાર રોનક આર. પટેલને 9 મહિનામાં કામ પૂર્ણ કરવાની શરતે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો.
G+1 પ્રકારનું આ જજ ક્વાર્ટર ભૂકંપ પ્રતિરોધક RCC ફ્રેમ સ્ટ્રક્ચર ધરાવશે, જેમાં પાર્કિંગ શેડ, સમ્પ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. હાલ સિવિલ વર્કનું આશરે 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને પ્લમ્બિંગ તથા સેનિટેશન એસેસરી ફિક્સિંગની કામગીરી ચાલી રહી છે. બાંધકામ 28 ફેબ્રુઆરી, 2026 સુધી પૂર્ણ થવાની સંભાવના છે.
મહેસાણા હાઇવે પર નિર્માણ પામતું આ નવું જજ ક્વાર્ટર પૂર્ણ થતાં રેફરલ હોસ્પિટલ પાસે આવેલા જૂના ક્વાર્ટરની જગ્યાએ અધિકારીઓને વધુ સુવિધાયુક્ત આવાસ મળશે. આથી સમયની બચત થશે અને ન્યાયિક તથા વહીવટી કામગીરી વધુ અસરકારક બનશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ