54.97 લાખના સાયબર ફ્રોડના આરોપી જ્યુડીસીયલ કસ્ટડીમાં
પાટણ, 16 ડિસેમ્બર (હિ.સ.) પાટણ સાયબર ક્રાઇમ પોલીસે 54.97 લાખ રૂપિયાના સાયબર ફ્રોડ કેસમાં પકડાયેલા સુરેશ માનસીભાઈ ચૌધરીને રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને જ્યુડીસીયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. આરોપી અગાઉ 15 ડિસેમ્બર,
54.97 લાખના સાયબર ફ્રોડમાં આરોપી જ્યુડીસીયલ કસ્ટડીમાં


પાટણ, 16 ડિસેમ્બર (હિ.સ.) પાટણ સાયબર ક્રાઇમ પોલીસે 54.97 લાખ રૂપિયાના સાયબર ફ્રોડ કેસમાં પકડાયેલા સુરેશ માનસીભાઈ ચૌધરીને રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને જ્યુડીસીયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. આરોપી અગાઉ 15 ડિસેમ્બર, 2025 સુધીના પોલીસ રિમાન્ડ પર હતો.

પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ ભાડે લીધેલા બેંક ખાતાઓનો ઉપયોગ કરીને સાયબર ફ્રોડની રકમ જમા કરાવી ઉપાડી હતી. પાટણ શહેરના ટી.બી. ત્રણ રસ્તા પાસે આવેલી IDFC ફર્સ્ટ બેંકના ખાતામાંથી 1 જાન્યુઆરીથી 4 મે, 2025 દરમિયાન ચેક અને ATM મારફતે કુલ 54,97,338 રૂપિયા ઉપાડીને સગેવગે કરવામાં આવ્યા હતા.

આરોપી દ્વારા ભારતના વિવિધ રાજ્યોમાં લોકોને છેતરીને મેળવેલા નાણાં છુપાવવા માટે આ રીત અપનાવવામાં આવી હોવાનું પોલીસનું કહેવું છે. વધુ તપાસ માટે સાયબર ક્રાઇમ પોલીસે રિમાન્ડ માગ્યું હતું, રિમાન્ડ દરમિયાન પૂછપરછ બાદ આજે તેને ફરી કોર્ટમાં રજૂ કરતા જ્યુડીસીયલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande