શ્રીમતી એલ.પી. શાહ કૃષિ ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે સીમા જાગરણ મંચ દ્વારા વિજય દિવસની ઉજવણી
પાટણ, 18 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ નજીક આવેલા સાગોડિયા ગામની શ્રીમતી એલ.પી. શાહ કૃષિ ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે સીમા જાગરણ મંચ દ્વારા ભારત-પાકિસ્તાન 1971ના યુદ્ધમાં ભારતના ઐતિહાસિક વિજયની યાદમાં “વિજય દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ભાર
સાગોડિયા ગામની શ્રીમતી એલ.પી. શાહ કૃષિ ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે સીમા જાગરણ મંચ દ્વારા વિજય દિવસની ઉજવણી


પાટણ, 18 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ નજીક આવેલા સાગોડિયા ગામની શ્રીમતી એલ.પી. શાહ કૃષિ ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે સીમા જાગરણ મંચ દ્વારા ભારત-પાકિસ્તાન 1971ના યુદ્ધમાં ભારતના ઐતિહાસિક વિજયની યાદમાં “વિજય દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ભારત તિબેટ સહયોગ મંચ ગુજરાત પ્રાંતના પ્રચાર પ્રમુખ ભરત ચૌધરીએ મુખ્ય વક્તવ્ય આપ્યું હતું.

કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટ્ય અને ભારત માતાને વંદન સાથે થયો હતો. ત્યારબાદ ‘વંદે માતરમ’ અને ‘ભારત માતા કી જય’ના નારા સાથે દેશભક્તિપૂર્ણ માહોલ સર્જાયો હતો. સીમા જાગરણ મંચનો પરિચય નીરવભાઈ દવેએ કરાવ્યો હતો.

મુખ્ય વક્તવ્યમાં ભરત ચૌધરીએ 1971ના યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના અદમ્ય સાહસ, શૌર્ય અને પરાક્રમની વિગત આપી હતી. તેમણે જણાવ્યું કે ભારતે માત્ર 13 દિવસમાં પાકિસ્તાનને પરાજય આપીને બાંગ્લાદેશ નામના નવા દેશને જન્મ અપાવ્યો હતો અને 16 ડિસેમ્બર 1971ના રોજ વિજય મેળવ્યો હતો. આ યુદ્ધમાં પાકિસ્તાનના 93 હજાર સૈનિકોએ શરણાગતિ સ્વીકારી હતી, જે વિશ્વ ઇતિહાસની સૌથી મોટી શરણાગતિઓમાંની એક હતી. તેમણે વધુમાં જણાવ્યું કે અમેરિકા જેવી મહાસત્તાની અસહમતિ છતાં ભારતે પોતાના બળ પર આ યુદ્ધ જીત્યું હતું. આ વિજય દિવસની ઉજવણીથી વિદ્યાર્થીઓમાં દેશપ્રેમની ભાવના પ્રબળ બની હતી અને ભારતીય સેનાની વીરતાથી તેઓ પ્રેરિત થયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande