
ગીર સોમનાથ, 18 ડિસેમ્બર (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચોધરી સાહેબ ઉના વિભાગ નાઓએ ગીર સોમનાથ જીલ્લા દરીયાઇ વિસ્તાર આવેલ હોય જેથી વન્યપ્રાણી સંરક્ષણ અધિનીયમો ભંગ કરનાર ઇસમો ઉપર વોચ રાખી તેમની વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જેથી દરીયાઇ વિસ્તારમાં વન્યપ્રાણી સંરક્ષણ અનિનિયમ અનુસુચનમાં સંરચક્ષત જીવોના અવશેષોના વેચાણ સંગ્રહ અને હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી આરોપીને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
જે અનુસંધાને ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.એ.વાઘેલા ગીરગઢડા પોલીસ સ્ટેશનના નાઓની રાહબરી હેઠળ ગીરગઢડા પોલીસ સ્ટાફના માણસોની ટીમ બનાવી ગીરગઢડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ અવિરાજસિંહ ગંભીરસિંહ રાઠોડ નાઓને મળેલ બાતમી આધારે ગીરગઢડા ગામ દ્રોણ ચોકડી પાસે એક કાળા કલરની ફોરચ્યુનર ફોર વ્હીલર કારમાંથી શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટી (એબરગ્રીસ) જેવો પદાર્થ સાથે નીચે જણાવેલ આરોપીઓને પકડી અને ગીરગઢડા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય નાગરીક સુરક્ષા સહિતા કલમ ૩૫(૧)(ઇ),૧૦૬ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી સદરહું બનાવ વન વિભાગના કાર્યક્ષેત્રને લગત હોય જેથી વધુ તપાસ અર્થે ગીર પુર્વ વન વિભાગ ધારી, જસાધાર રેન્જને સોંપી આપેલ છે.
- પકડેલ મુદામાલ :-
(૧) એક સ્ટીલની ડબ્બીમાં ભરેલ શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટી (એબરગ્રીસ) જેવા પદાર્થ
(૨) છરી નંગ ૦૧
(૩) એન્ડ્રોય મોબાઇલ ફોન નંગ ૪ જેની કિ.રૂ.૨૦,૦૦૦/-
(૪) ફોરચ્યુનર ફોર વ્હીલર કાર નંગ ૦૧ જેની કિ.રૂ.૫.૦૦,૦૦૦/-
કુલ કી.રૂ.૫,૨૦,૦૦૦/-
પકડાયેલ આરોપીના નામ/સરનામા :-
(૧) બાઉભાઇ ઉર્ફે બાવ સંગ્રામભાઈ ઝાપડા ઉ.વ.૩૯ ધંધો.વેપાર રહે. જેસર ગામ તા.જેસર જી.ભાવનગર
(૨) ચાંપરાજભાઇ નજુભાઇ ખુમાણ ઉ.વ.૨૭ ધંધો ખેતી રહે, રાણીગામ ગામ તા.જેસર જી.ભાવનગર
(૩) કમલેશભાઇ ઉર્ફે કમુ ભીખાભાઇ રાઠોડ ઉ.વ.૩૨ ધંધો ડ્રાઇવીંગ રહે મું.જેસર ગામ તા,જેસર જી.ભાવનગર
(૪) અબુતલ્હા સન/ઓફ હારૂનભાઇ મહમદભાઈ ડેરૈયા ઉ.વ.૨૩ ધંધો ભંગારનો વેપાર રહે.મુળ જેસર ગામ
તા.જેસર જી.ભાવનગર હાલ સુરત કતાર ગામ દરવાજા ઓચીસ ટાવર મકબરા મસ્જીદની સામે તા.જી.સુરત
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ