
ગૌહાટી, નવી દિલ્હી, 20 ડિસેમ્બર (હિ.સ.): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, શનિવારે બે દિવસની મુલાકાત માટે આસામ પહોંચ્યા. લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વા સરમા દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ, લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈની આશરે 80 ફૂટ ઊંચી પ્રતિમાનું પણ ઉદ્ઘાટન કર્યું અને મહાન નેતાને શ્રદ્ધાંજલિ આપી.
એરપોર્ટના નવા અત્યાધુનિક ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યા પછી બર્ઝરમાં એક જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, આસામ હવે દેશના વિકાસનું પ્રવેશદ્વાર બની ગયું છે. તેમણે રાજ્યમાં ચાલી રહેલા વિકાસ કાર્યને વિકાસનો ઉત્સવ ગણાવ્યો અને લોકોને તેમના મોબાઇલ ફોનની ફ્લેશલાઇટ પ્રગટાવીને આ ઉજવણીમાં ભાગ લેવા વિનંતી કરી.
ત્યારબાદ પ્રધાનમંત્રીએ એરપોર્ટથી બશિષ્ઠમાં ભાજપ કાર્યાલય સુધીના રોડ શોમાં ભાગ લીધો. પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા માટે રસ્તાની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર પ્રદેશમાં ઉત્સાહનું વાતાવરણ સર્જાયું હતું.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અરવિંદ રાય / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ