
મહેસાણા,25 ડિસેમ્બર (હિ.સ.) સુશાસન સપ્તાહ અંતર્ગત આજે રાષ્ટ્રીય ખેડૂત દિવસના અવસરે મહેસાણા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ખેડૂતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અન્વયે Anandpura ગામે ખેડૂત શિબિર યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
ખેડૂત શિબિરનો મુખ્ય હેતુ ખેડૂતોને સરકારની વિવિધ કૃષિ યોજનાઓ, આધુનિક ખેતી પદ્ધતિઓ, પાક ઉત્પાદન વધારવાના ઉપાયો તેમજ આવક વધારવાના વિકલ્પો અંગે માર્ગદર્શન આપવાનો રહ્યો હતો. શિબિર દરમિયાન કૃષિ વિભાગના અધિકારીઓ દ્વારા કુદરતી ખેતી, જમીન પરીક્ષણ, ખાતર વ્યવસ્થાપન, પાક વીમા યોજના અને સિંચાઈની નવી ટેકનોલોજી વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં ખેડૂતો દ્વારા પોતાના પ્રશ્નો અને સમસ્યાઓ રજૂ કરવામાં આવી, જેને લઈ નિષ્ણાતોએ યોગ્ય માર્ગદર્શન અને ઉકેલ સૂચવ્યા. સાથે સાથે રાષ્ટ્રીય ખેડૂત દિવસની મહત્વતા સમજાવી ખેડૂતોના યોગદાનને બિરદાવવામાં આવ્યું.
આ પ્રકારની ખેડૂત શિબિરો ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતિ ફેલાવવાનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહી છે. આનંદપુરા ખાતે યોજાયેલ ખેડૂત શિબિરથી ખેડૂતોમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થયો હોવાનું જણાયું હતું. સુશાસન સપ્તાહ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમો ખેડૂતોના સર્વાંગી વિકાસ તરફનું એક સકારાત્મક પગલું સાબિત થયા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR