
ગીર સોમનાથ, 25 ડિસેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથના તાલાલા તાલુકાના જસાધાર ગામની કેદાર સેવા સહકારી મંડળીના સદસ્યોને રાજ્ય સરકારની પાણી વેરા પ્રોત્સાહન યોજના અન્વયે ચેક વિતરણ કરવામાં આવ્યો હતો.
તાલાલા તાલુકાના જસાધાર ગામની કેદાર સેવા સહકારી મંડળીના પ્રમુખ વિશ્વજીતસિંહ તથા મંડળીના સદસ્યોઓને જિલ્લા સહકારી મંડળી રજિસ્ટ્રાર તેમજ ગીર સોમનાથ વાસ્મોના નાયબ ટેકનિકલ મેનેજર મુકેશભાઇ બલવા, આસી.મેનેજર સોશિયલ હરેશભાઇ કામળિયા સહિતાનાઓની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારની પાણી વેરા પ્રોત્સાહન યોજના અન્વયે ચેક વિતરણ કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ