
પાટણ, 26 ડિસેમ્બર (હિ.સ.) : સિધ્ધપુરમાં વીર શહીદ દિનની ઉજવણી કરવામાં આવી. ધર્મ અને માનવતાના રક્ષણ માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર શીખ ધર્મના આદર્શ, સાહિબજાદા જોરાવર સિંહજી અને ફતેહ સિંહજી જેઓ બાળ વયમાં જ સંયમ અને શૌર્યનું શ્રેષ્ઠ ઉદાહરણ બની ગયા. ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે,આ શહીદોની શહાદતને યાદ રાખવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દર વર્ષે ૨૬ ડિસેમ્બરને વીર બાલ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. તેના ભાગરૂપે આજરોજ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત બાળકોને ગુરુ ગોવિંદસિંહજીના જીવન ચરિત્ર તથા તેમના પુત્રોનાં બલિદાન વિશે માહિતી આપી તેમના સહસ અને શૌર્યને વંદન કર્યા હતા. તેઓએ વીર બાલ દિવસ પર આ ત્યાગ અને ધર્મપ્રેમને સ્મરણ કરી આગામી પેઢીને આ ગૌરવગાથા પહોંચાડવા જણાવ્યું હતું. આ પ્રસંગે સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ