સિદ્ધપુર રેલવે સ્ટેશનને સુવિધાભર બનાવવા માટે પ્રાથમિક તપાસ ટીમ આવી પહોચી
પાટણ, 26 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર રેલવે સ્ટેશનની નવીનીકરણની કામગીરી ચાલુ છે, ત્યારે સમગ્ર રેલવે સ્ટેશનને સુવિધાભર બનાવવા માટે આગામી 9 જાન્યુઆરીના રોજ ફાઇનલ ઇંસ્પેંકશન આવવાનું છે જેના અનુસંધાને શુક્રવારે પ્રાથમિક તપાસ આવી પહોચી હતી. સિદ્ધપુર રેલ
સિદ્ધપુર રેલવે સ્ટેશનને સુવિધાભર બનાવવા માટે પ્રાથમિક તપાસ ટીમ આવી પહોચી


પાટણ, 26 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર રેલવે સ્ટેશનની નવીનીકરણની કામગીરી ચાલુ છે, ત્યારે સમગ્ર રેલવે સ્ટેશનને સુવિધાભર બનાવવા માટે આગામી 9 જાન્યુઆરીના રોજ ફાઇનલ ઇંસ્પેંકશન આવવાનું છે જેના અનુસંધાને શુક્રવારે પ્રાથમિક તપાસ આવી પહોચી હતી.

સિદ્ધપુર રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરી ચાલુ છે, ત્યારે રેલવે સ્ટેશનને અદ્યતન આધુનિક રીતે સજ્જ અને સુવિધાભર બનાવવાના ભાગરૂપે 9 જાન્યુઆરીએ ફાઇનલ ઇંસ્પેંકશનના પદાધિકારીઓ આવવાના હેતુ થી શુક્રવારે રેલવે વિભાગના અધિકારીઓ સાથે 40 થી 50 કર્મચારીઓની પ્રાથમિક તપાસ ટીમ આવી પહોચી હતી. જેમને રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરીના નિરીક્ષણની સાથે સાથે ફુટ ઓવર બ્રિજ ઉપર પગથીયા ચડીને ફુટ ઓવર બ્રિજનુ , લાઈટોનુ , પાણીની પરબો , ગુડ્સ વિભાગ , ટિકિટ વિભાગ , પાર્કિંગ વિભગ સહીતનુ વિવિધ નિરીક્ષણ કરાયુ હતુ.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande