પતંગ ચગાવતી વખતે ધાબા પરથી પડતાં 10 વર્ષીય બાળકનું મોત
પાટણ, 28 ડિસેમ્બર (હિ.સ.) : ઉત્તરાયણ પહેલા પાટણ જિલ્લાના હારીજથી વાલીઓ માટે ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. ટેકરા વાસમાં રહેતો 10 વર્ષીય નીરજ રાવળ નાતાલની રજાના દિવસે સાંજે પોતાના ઘરની છત પર પતંગ ચગાવી રહ્યો હતો, ત્યારે અચાનક ધાબા પરથી નીચે પટકાયો હતો.

પડવાથી નીરજના માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેને તાત્કાલિક હારીજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો અને સ્થિતિ ગંભીર હોવાથી વધુ સારવાર માટે બીજી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

બે દિવસની સારવાર બાદ 27 ડિસેમ્બરે બાળકનું નિધન થયું. ઘટનાથી પરિવારજનોમાં શોક છવાયો છે અને શહેરમાં ગમગીની વ્યાપી છે. પતંગોત્સવ દરમિયાન બાળકોની સુરક્ષા અંગે સાવચેતી રાખવા વાલીઓને અપીલ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande