પોરબંદરના કુતિયાણા ખાતે આયુષ મેળો યોજાયો
પોરબંદર, 28 ડિસેમ્બર (હિ.સ.) : આયુર્વેદ શાખા–જિલ્લા પંચાયત પોરબંદર દ્વારા સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે કુતિયાણાના બાલા હનુમાન આશ્રમ ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળાનું ઉદ્ઘાટન મહંત વિશ્વંભરદાસજી મહારાજના આશીર્વાદથી તથા પૂજ્ય મંગલ
કુતિયાણા ખાતે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે આયુષ મેળો યોજાયો.


કુતિયાણા ખાતે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે આયુષ મેળો યોજાયો.


કુતિયાણા ખાતે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે આયુષ મેળો યોજાયો.


કુતિયાણા ખાતે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે આયુષ મેળો યોજાયો.


કુતિયાણા ખાતે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે આયુષ મેળો યોજાયો.


પોરબંદર, 28 ડિસેમ્બર (હિ.સ.) : આયુર્વેદ શાખા–જિલ્લા પંચાયત પોરબંદર દ્વારા સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે કુતિયાણાના બાલા હનુમાન આશ્રમ ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

મેળાનું ઉદ્ઘાટન મહંત વિશ્વંભરદાસજી મહારાજના આશીર્વાદથી તથા પૂજ્ય મંગલદાસબાપુના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું. આયુષ મેળામાં આયુર્વેદ ઓપીડી, હોમિયોપેથી ઓપીડી, યોગ નિદર્શન, પ્રકૃતિ પરીક્ષણ, પંચકર્મ ચાર્ટ પ્રદર્શન, રોગપ્રતિકારક શક્તિ વધારતા ઉકાળાનું વિતરણ, દિનચર્યા–ઋતુચર્યા અંગેની સમજણ તેમજ વનસ્પતિ પ્રદર્શની સહિતના વિવિધ સ્ટોલ મૂકવામાં આવ્યા હતા.

આ કેમ્પ અંતર્ગત આયુર્વેદ ઓપીડીમાં 300 થી વધુ દર્દીઓએ તથા હોમિયોપેથી ઓપીડીમાં 100 થી વધુ દર્દીઓએ નિદાન અને વિનામૂલ્યે સારવારનો લાભ લીધો હતો. કેમ્પમાં ઉપસ્થિત દર્દીઓ અને મુલાકાતીઓને આયુર્વેદ ડોક્ટરો દ્વારા આરોગ્ય જાળવવા માટે યોગ્ય જીવનશૈલી, આહાર–વિહાર તેમજ આસપાસ ઉપલબ્ધ વનસ્પતિઓના ઘરગથ્થુ ઉપયોગ અંગે માહિતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત, શાખા અંતર્ગત કાર્યરત યોગ શિક્ષકો દ્વારા યોગાસન અને પ્રાણાયામ અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સ્વાસ્થ્ય જાળવણીમાં યોગના મહત્વ વિશે સમજણ અપાઈ હતી.આ આયુષ મેળામાં ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ પણ મુલાકાત લીધી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande