
પોરબંદર, 29 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદરથી સુભાષનગર તરફ જતા રસ્તા પર અકસ્માતની ઘટના બની હતી. ટ્રક અને રીક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમા એક યુવાનનુ મોત થતા ભારે ગમગીની છવાઈ ગઈ હતી. પોરબંદરથી સુભાષનગર તરફ જતા રસ્તા પર લકડીબંદર રોડ પર રીક્ષાનં-જી.જે.11 ડબલ્યુ-4952ના ચાલકે પોતાની રીક્ષા બેફીકરાઈ થી ચલાવી અને સામે આવતા ટ્રક નં-જી.જે 25 યુ 4348 સાથે અથડાવી હતી. આ અકસ્માતમા રીક્ષાની પાછળ બેઠલા ભીખુભાઈ પરસોતમભાઈ પટેલનુ મોત નિપજયુ હતુ. અકસ્માતની આ ઘટના અંગે હાર્બર મરીન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya