પોરબંદર જિલ્લામાં અપમૃત્યુના બે બનાવો સામે આવ્યા.
પોરબંદર, 29 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લામાં અપમૃત્યુની બે ઘટના બની હતી હનુમાનગઢ ગામે રહેતી એક પરપ્રાંતિય મહિલાનુ કુવામા પડી જતા મોત થયુ હતુ જયારે કુછડી ગામે રહેતા યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો હનુમાનગઢ ગામે એક ખેડુતની વાડીમ
પોરબંદર જિલ્લામાં અપમૃત્યુના બે બનાવો સામે આવ્યા.


પોરબંદર, 29 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લામાં અપમૃત્યુની બે ઘટના બની હતી હનુમાનગઢ ગામે રહેતી એક પરપ્રાંતિય મહિલાનુ કુવામા પડી જતા મોત થયુ હતુ જયારે કુછડી ગામે રહેતા યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો હનુમાનગઢ ગામે એક ખેડુતની વાડીમા મજુરીકામ કરતી સારીકાબેન રામકિશન ભીલ નામની મહીલાના પતિ રામકિશનને તેમને એવુ પૂયુ હતુ કે તુ લગ્ન પહેલા કોઈ સાથે ભાગી ગઇ હતી તેને લઈને પતિ-પત્નિ વચ્ચે ઝઘડો થયો હતો ત્યાર બાદ સારીકા ચા બનાવનુ કહીને ગઈ હતી અને નજીકના કુવામાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો આ બનાવ અંગે રાણાવાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અન્ય બનાવમાં કુછડી ગામે વાડી વિસ્તારમાં રહેતા રામ વિરમભાઈ કુછડીયા નામના યુવાને અગમ્યકારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આ બનાવ અંગે હાર્બર મરીન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande