ભાવનગરભાવનગર–બાન્દ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તરાવવામાં આવ્યા ટિકિટ બુકિંગ 30 ડિસેમ્બર થી શરૂ
ભાવનગર, 29 ડિસેમ્બર (હિ.સ.) પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દરેક ગુરુવારે ચાલતી ભાવનગર–બાન્દ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નં. 09207 બાન્દ્રા ટર્મિનસ–ભાવનગર સ્પેશિયલ,
ભાવનગરભાવનગર–બાન્દ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તરાવવામાં આવ્યા ટિકિટ બુકિંગ 30 ડિસેમ્બર થી શરૂ


ભાવનગર, 29 ડિસેમ્બર (હિ.સ.) પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દરેક ગુરુવારે ચાલતી ભાવનગર–બાન્દ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નં. 09207 બાન્દ્રા ટર્મિનસ–ભાવનગર સ્પેશિયલ, જે અગાઉ 26 ડિસેમ્બર, 2025 સુધી અધિસૂચિત હતી, તેને હવે 27 ફેબ્રુઆરી, 2026 સુધી વિસ્તરાવવામાં આવી છે. આ ટ્રેન બાન્દ્રા ટર્મિનસ સ્ટેશનથી દરેક શુક્રવારે સવારે 09.30 વાગ્યે પ્રસ્થાન કરે છે અને તે જ દિવસે રાત્રે 23.45 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચે છે.

તે જ રીતે, ટ્રેન નં. 09208 ભાવનગર–બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ, જે અગાઉ 25 ડિસેમ્બર, 2025 સુધી અધિસૂચિત હતી, તેને હવે 26 ફેબ્રુઆરી, 2026 સુધી વિસ્તરાવવામાં આવી છે. આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી દરેક ગુરુવારે બપોરે 14.50 વાગ્યે પ્રસ્થાન કરે છે અને બીજા દિવસે સવારે 06.00 વાગ્યે બાન્દ્રા ટર્મિનસ પહોંચે છે.

ટ્રેન નં. 09208/09207 માટેની બુકિંગ 30 ડિસેમ્બર, 2025 (મંગળવાર)થી તમામ પીઆરએસ કાઉન્ટરો તથા IRCTC વેબસાઇટ પર શરૂ થશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande