
જૂનાગઢ, 29 ડિસેમ્બર (હિ.સ.) : જૂનાગઢમાં ગાંધીગ્રામ ખાતેના સરદાર પટેલ રમત સંકુલમાં અસ્મિતા કિક બોક્સીંગ સીટી લીગ ૨૦૨૫-સ્પર્ધા યોજાઈ હતી. અસ્મિતા વુમન્સ કિક બોક્સીંગ લીગ ૨૦૨૫- ૨૦૨૬ સ્પર્ધા બહેનો રમત ગમત ક્ષેત્રે આગળ વધે તે હેતુથી માત્ર બહેનો માટે જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ખુબ ઉત્સાહપૂર્વક ખેલાડીઓએ ભાગ લીધો હતો અને શાંતિપૂર્વક સ્પર્ધા પૂર્ણ કરવામાં આવી હતી.
આ સ્પર્ધાને પ્રોત્સાહિત કરવા સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી બોર્ડ ઓફ સ્પોર્ટસ મેમ્બર એચ.એમ.ભાલીયા, રમત ગમત અધિકારી મનીષકુમાર જીલડીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તેઓએ ઉપસ્થિત સર્વેને રમત ગમતમાં ભાગ લેવા માટેની પ્રેરણા પૂરી પાડી હતી. તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી એ જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ