કોડવાવમાં ખોટા દસ્તાવેજ ઊભા કરી 30 લાખની લોન લેતા નેત્રંગ પોલીસ સ્ટેશનમાં 6 ઉપર એફઆઈઆર
- 36 વર્ષ પહેલા જમીન ગોપાળ ભક્તે ચંદ્રવાણ ગામના પ્રતાપ વસાવાને વેચી દીધી હતી ભરૂચ, 29 ડિસેમ્બર (હિ.સ.) : નેત્રંગ ત‍ાલુકાના કોડવાવની ઘટના-જમીન પર ખેતી વિષયક લોન લેવા અન્ય વારસદારના નામના ખોટા દસ્તાવેજ બનાવી 30 લાખની લોન લીધી હતી.આ લોન લેવા ખોટું ડ
કોડવાવમાં ખોટા દસ્તાવેજ ઊભા કરી 30 લાખની લોન લેતા નેત્રંગ પોલીસ સ્ટેશનમાં 6 ઉપર એફઆઈઆર


કોડવાવમાં ખોટા દસ્તાવેજ ઊભા કરી 30 લાખની લોન લેતા નેત્રંગ પોલીસ સ્ટેશનમાં 6 ઉપર એફઆઈઆર


કોડવાવમાં ખોટા દસ્તાવેજ ઊભા કરી 30 લાખની લોન લેતા નેત્રંગ પોલીસ સ્ટેશનમાં 6 ઉપર એફઆઈઆર


કોડવાવમાં ખોટા દસ્તાવેજ ઊભા કરી 30 લાખની લોન લેતા નેત્રંગ પોલીસ સ્ટેશનમાં 6 ઉપર એફઆઈઆર


કોડવાવમાં ખોટા દસ્તાવેજ ઊભા કરી 30 લાખની લોન લેતા નેત્રંગ પોલીસ સ્ટેશનમાં 6 ઉપર એફઆઈઆર


- 36 વર્ષ પહેલા જમીન ગોપાળ ભક્તે ચંદ્રવાણ ગામના પ્રતાપ વસાવાને વેચી દીધી હતી

ભરૂચ, 29 ડિસેમ્બર (હિ.સ.) : નેત્રંગ ત‍ાલુકાના કોડવાવની ઘટના-જમીન પર ખેતી વિષયક લોન લેવા અન્ય વારસદારના નામના ખોટા દસ્તાવેજ બનાવી 30 લાખની લોન લીધી હતી.આ લોન લેવા ખોટું ડ્રાઈવિંગ લાયસન્સ બનાવી એફિડેવિટ કર્યું તેમાં બીજાનો ફોટો અને સહીઓ ખોટી કરી આખું કારસ્તાન કર્યું હતું. સાવકી માતા અને બહેનોએ અમેરીકા રહેતા ભાઇના નામના ખોટા દસ્તાવેજ બનાવી લોન લીધી હોવાના આક્ષેપ સાથે પાંચ મહિલાઓ સહિત કુલ છ સામે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કોડવાવ ગામ ખાતે જમીન પર ખેતી વિષયક લોન લેવા માટે જે જમીન તેમના પિતાએ ગામના જ અન્ય વ્યક્તિને વેચાણથી આપી દીધેલ હતી તે જમીનના બની બેઠેલા વારસદારો દ્વારા અમેરીકા ખાતે રહેતા અન્ય વારસદારના નામના ખોટા દસ્તાવેજ બનાવી રાજપીપલાની બેન્કમાંથી રૂપિયા 30 લાખની લોન લીધી હોવાની ઘટનાને લઇને નેત્રંગ પોલીસ સ્ટેશનમાં પાંચ એક માતા અને તેની ચાર દીકરીઓ તેમજ જમાઈ સહિત કુલ છ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી.

નેત્રંગ તાલુકાના કોડવાવની સીમમાં સર્વે નં 15 અને સર્વે નં.36 ની જમીનના મુળ માલિક ગોપાળ દયારામ ભક્ત હતા તેમની બે પત્ની હતી પ્રથમ ધનીબેન તેમનો પુત્ર મહેન્દ્ર ગોપાળ ભક્ત છે જેઓ હાલ યુએસએ રહે છે. ધનીબેનનું અવસાન થતા ગોપાળભાઇએ સોમીબેન સાથે બીજા લગ્ન કર્યા હતા. જેમની ચાર દિકરીઓ ગીતાબેન,વર્ષાબેન,કુસુમબેન અને તારાબેન છે.આ ચાર બહેનો મહેન્દ્રભાઇ ગોપાળભાઇ ભક્તની સાવકી બહેનો થાય છે.ત્યારબાદ 2023 ના વર્ષ દરમિયાન મહેન્દ્રભાઇની સાવકી માતા અને બહેનોએ કોડવાવ ગામની જમીન બાબતે મહેન્દ્રભાઇ વિરૂધ્ધ નેત્રંગ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. તેથી અમેરિકા ખાતે રહેતા મહેન્દ્રભાઇએ કોડવાવ ખાતે રહેતા મોહિનીબેન હિમાંશુભાઇ ભક્તને પાવર ઓફ એટર્ની લખી આપેલ અને આ પાવરના આધારે મોહિનીબેન મહેન્દ્રભાઇ તરફથી કોર્ટમાં હાજર થયા હતા.આ દાવા માટે અમુક કાગળોની જરૂર પડતા જમીનના કાગળો કઢાવતા જમીન પર રાજપીપલાની કેનેરા બેન્કનો ખેતી વિષયક લોનનો 30 લાખનો બોજો પડેલ હોવાની માહિતી મળી હતી.

બેન્કમાં બોજા બાબતની મોહિનીબેને મહેન્દ્રભાઇને જાણ કરતા તેમણે ભારતમાં હતા ત્યારે કોઇ દસ્તાવેજ પર સહી કે એફિડેવિટ કરેલ નથી અને બેન્કમાં પણ ગયા નથી તેમ કહ્યું હતું . મોહિનીબેને નેત્રંગ મામલતદાર કચેરી ખાતે જમીન પરના બોજાની તપાસ કરતા ત્યાંથી મળેલ બોજાની નોંધની કોપી મેળવી હતી,અને તેનો ફોટો મહેન્દ્રભાઇને મોકલતા તેમણે કાગળ પર થયેલ સહી તેમની નહિ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તે સમયે મોહિનીબેને મહેન્દ્રભાઇની કથિત ખોટી સહિના મામલે સોમીબેન, ગીતાબેન, વર્ષાબેન, તારાબેન, કુસુમબેન, સોમાભાઇ વિરૂધ્ધ નેત્રંગ પોલીસમાં ફરિયાદ આપેલ હતી,તેમજ કેનેરા બેન્કમાં મેનેજરને પણ આરોપી તરીકે દર્શાવ્યા હતા.પરંતું આ બાબતે પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી નહિ કરાતા તેમણે નેત્રંગ કોર્ટમાં ક્રિમિનલ ઇન્કવાયરી દાખલ કરેલ હતી.30 લાખની લોન બાબતે બેન્કમાં તપાસ કરી હોવાનું આ લોકોએ જાણતા તેમણે બેન્કમાં લોન ભરપાઈ કરી દીધી હતી.લોન લેવા મહેન્દ્રભાઇના નામનું સોગંદનામું કરેલ તેમાં ઉપયોગ કરેલ ફોટો પ્રફુલ નરસિંહ ભક્તનો હોવાનું જણાયું હતું. મહેન્દ્ર ભક્તનું ખોટું ડ્રાઈવિંગ લાયસન્સ પણ બનાવ્યું તેમજ તેમના નામે કથિત ખોટા દસ્તાવેજ બનાવી રૂપિયા 30 લાખની લોન રાજપીપલાની બેન્કમાંથી લેવામાં આવી હોવાના આક્ષેપ સાથે મોહિનીબેન હિમાંશુ ભક્ત રહે.કોડવાવએ સોમીબેન ગોપાળ ભક્ત,ગીતાબેન ગોપાળ ભક્ત,વર્ષાબેન ગોપાળ ભક્ત, કુસુમબેન ગોપાળ ભક્ત, તારાબેન ગોપાળ ભક્ત તેમજ પ્રફુલ નરસિંહ ભક્ત તમામ રહે.ગામ વાવ તા.કામરેજ જિ.સુરતના વિરૂધ્ધ નેત્રંગ કોર્ટના આદેશથી નેત્રંગ પોલીસને કાયદેસર ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરતા પોલીસ ફરિયાદ થઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande