પાટણ નગરપાલિકાની ખાસ સામાન્ય સભા આગામી 6 જાન્યુઆરીના રોજ યોજાશે
પાટણ, 29 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ નગરપાલિકાની ખાસ સામાન્ય સભા આગામી 6 જાન્યુઆરી, 2026ના રોજ યોજાશે. પ્રમુખ દ્વારા સમયમર્યાદામાં બેઠક ન બોલાવાતા, ઉપપ્રમુખે પોતાની સત્તાનો ઉપયોગ કરીને આ સભાનું આયોજન કર્યું છે. ગુજરાતમાં આ પ્રકારનો કિસ્સો પ્રથમવાર બન્ય
પાટણ નગરપાલિકાની ખાસ સામાન્ય સભા આગામી 6 જાન્યુઆરીના રોજ યોજાશે


પાટણ, 29 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ નગરપાલિકાની ખાસ સામાન્ય સભા આગામી 6 જાન્યુઆરી, 2026ના રોજ યોજાશે. પ્રમુખ દ્વારા સમયમર્યાદામાં બેઠક ન બોલાવાતા, ઉપપ્રમુખે પોતાની સત્તાનો ઉપયોગ કરીને આ સભાનું આયોજન કર્યું છે. ગુજરાતમાં આ પ્રકારનો કિસ્સો પ્રથમવાર બન્યો હોવાનું મનાય છે.

ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટની કલમ 51(2) મુજબ, નગરપાલિકાના 16 સભ્યોએ 11 ડિસેમ્બર, 2025ના રોજ બે મહત્વના મુદ્દાઓ માટે ખાસ સામાન્ય સભા બોલાવવા પ્રમુખને લેખિત વિનંતી કરી હતી. નિયમ અનુસાર, પ્રમુખે 15 દિવસમાં બેઠક બોલાવવી ફરજિયાત હતી.

નિર્ધારિત સમયમર્યાદામાં બેઠક ન બોલાવાતા, 16માંથી 14 સભ્યોએ ઉપપ્રમુખને રજૂઆત કરી. આ રજૂઆતના આધારે, ઉપપ્રમુખે 6 જાન્યુઆરી, 2026ના રોજ નગરપાલિકાના સભાખંડમાં ખાસ સામાન્ય સભા બોલાવવાનો નિર્ણય લીધો.

આ સભામાં બે મુખ્ય એજન્ડા પર નિર્ણય લેવામાં આવશે. પ્રથમ એજન્ડામાં પાટણ શહેરના વિકાસ માટેની ટેન્ડર પ્રક્રિયા સંબંધિત કારોબારી સમિતિના ઠરાવ નંબર 123/2025-26 પર ચર્ચા થશે. બીજા એજન્ડામાં શહેરના ડિવાઈડર, ગ્રીલ અને ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી અંગેના ઠરાવ નંબર 133/2025-26 પર તાત્કાલિક નિર્ણય લેવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande