

પોરબંદર, 29 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા અનડીટેક મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે વખતો વખત આપેલ સુચના આધારે એલ.સી.બી. ઈન્ચાર્જ પો.ઈન્સ. આર.કે. કાંબરિયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો ટેકનિકલ રાહે તથા હ્યુમન ઈન્ટેલીજન્સ મારફતે ગત વર્ષથી તપાસ કરી રહેલ હતા દરમ્યાન ટેકનીકલ રાહે ઘરફોડ ચોરી કરનાર આરોપીઓ અંગે માહીતી એકત્ર કરી તપાસ કરી રહેલ હતા.
આ દરમ્યાન આજરોજ રાણાવાવ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઈ. રાજેન્દ્રભાઈ જોષી તથા રણજીતસિંહ દયાતર હેડ કોન્સ. વિરેન્દ્રસિંહ પરમારને ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન સોર્સીસથી આધારભુત હકીકત મળેલ કે, રાણાવાવ પો.સ્ટે.ના ચોરીના પકડવાની બાકી મહીલા આરોપી કાજલબેન વા/ઓ આતીશ ઉર્ફે વિશાલ બહાદુરભાઇ રાઠોડ રાણાવાવ રેલ્વે સ્ટેશન પાસે આવેલ ઝુપડપટ્ટીમાં આવનાર છે. જે હકીકત મળતા હકીકતવાળી મહીલાની વોચ તપાસમાં રહેતા મહીલા આરોપી કાજલબેન વા/ઓ આતીશ ઉર્ફે વિશાલ બહાદુરભાઈ રાઠોડ આવતા ઝડપી પાડવામાં આવી હતી. ઉપરોકત ગુનાની સમજ કરી મહીલા પાસે રહેલ થેલીની તપાસ દરમ્યાન થેલીમાંથી એક મોબાઈલ ફોન તથા સોના-ચાંદીના દાગીના મળી આવતા જે બાબતે મહીલા પાસે સદરહું મુદામાલના બીલ કે આધાર માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવતા મહીલા આરોપી પાસે થી મોબાઈલ ફોન નંગ-01 તથા સોનાના ચેઈન નંગ-03 તથા સોનાની વીંટી નંગ-06 તથા સોનાનું પેંડલ નંગ-01તથા સોનાની બાલી જોડી-01 તથા યાંદીનો ઝુડો નંગ-01 B.N.S.S. B. 106 મુજબ કબ્જે કરી મહિલા આરોપીને ઉપરોકત રાણાવાવ પો.સ્ટે.ના ગુનાના કામે પોલીસને સોંપી આપવામાં આવી હતી. મહીલા આરોપી પાસે થી મળી આવેલ મુદામાલ સોના-ચાંદીના દાગીના બાબતે પુછપરછ કરતા પોતે તથા પોતાના પતિ આતિશ આતીશ ઉર્ફે વિશાલ બહાદુરભાઈ રાઠોડ તથા પોતાના દીયર રાહુલ બહાદુરભાઈ રાઠોડ સાથે મળીસવા વર્ષ પહેલા પોરબંદરના રાણાવાવમાં રાણા ખીરસરા ગામની સીમમાં આવેલ એક રહેણાક મકાનનું તાડુ તોડી ઘરમાંથી સોના ચાંદીના દાગીના કુલ કિંમત રૂ. 1.83 લાખ તેમજ આશરે 9 મહિલા પહેલા બગવદર પો. વિસ્તારમાં આવતા બોરિયા ગામમાં એક રહેણાંક મકાનનું તાળુ તોળી સોનાના દાગિના આશરે 15 તોલા તથા રોકડા રૂપિયા 70 હજાર તથા 3000 ડોલર મળી કુલ કી.રૂા. 5,95,000/- ની ચોરી કરેલ હતી આ ઉપરાંત આશરે પાંચ મહીના પહેલા બગવદર પોસ્ટેના રોજીવાડા ગામની સીમમા શ્યામ મીલની બાજુના વાડી વિસ્તારના રહેણાક મકાનનું તાળુ તોડી તોલા સોનાના દાગીના અને રોકડા રૂા. 70,000/- મળી કુલ કી. રૂા. 1,21,000/- ની ચોરી કરેલાની કબુલાત આપી હતી.
આ કામગીરીમાં પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ પો.ઈન્સ. આર.કે.કાંબરીયા, ASI બટુકભાઈ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જોષી, મહેશભાઈ શિયાળ રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઈ મકવાણા, મુકેશભાઈ માવદિયા, ઉદયભાઈ વરૂ, WASI લાખીબેન મોકરીયા, રૂપલબેન લખધીર તથા HC સલીમભાઈ પઠાણ ઉપેન્દ્રસિંહ જાડેજા. હીમાંશુભાઈ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ ઓડેદરા. વિપુલભાઈ ઝાલા, જીતુભાઈ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર તથા WHC નાથીબેન કુછડીયા તથા PC નટવરભાઈ ઓડેદરા, અજયભાઈ ચૌહાણ તથા ડ્રા. HC જગમાલભાઈ ભારવાડીયા, PC રોહિતભાઈ વસાવા વિગેરે રોકાયેલ હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya