પાટણમાં સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા ગૌભક્તો અને વડીલોનું સન્માન
પાટણ, 29 ડિસેમ્બર (હિ.સ.) : પાટણમાં સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા ગૌભક્તો અને વડીલોના સન્માનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અનાવાડા ગૌશાળા ગૌ હોસ્પિટલના લાભાર્થે આયોજિત શ્રીમદ ભાગવત કથાના મુખ્ય આયોજક ચેતનભાઈ રામશંકર વ્યાસ અને ગૌશાળા સંચાલ
પાટણમાં સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા ગૌભક્તો અને વડીલોનું સન્માન


પાટણ, 29 ડિસેમ્બર (હિ.સ.) : પાટણમાં સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા ગૌભક્તો અને વડીલોના સન્માનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અનાવાડા ગૌશાળા ગૌ હોસ્પિટલના લાભાર્થે આયોજિત શ્રીમદ ભાગવત કથાના મુખ્ય આયોજક ચેતનભાઈ રામશંકર વ્યાસ અને ગૌશાળા સંચાલક દિનેશભાઈ જોશીના સન્માન માટે યોજાયો હતો. સાથે સાથે કાઉન્સિલના 75 વર્ષ પૂર્ણ કરનાર વડીલોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના મુખ્ય અતિથિ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વસંતભાઈ નાઈએ વડીલોને અનુભવનું ભાથું અને ઘરના છાપરા સમાન ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જેમ છાપરું ઘરને સુરક્ષા આપે છે, તેમ વડીલોની હાજરીમાં આખો પરિવાર સુરક્ષિત અનુભવે છે. કાઉન્સિલના પ્રમુખ રમેશભાઈ પટેલે તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે ગૌભક્ત ચેતનભાઈ વ્યાસ અને હરિઓમ ગૌશાળાના દિનેશભાઈ જોશીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. બંનેએ પોતાના વિચારો રજૂ કર્યા હતા અને ચેતનભાઈ વ્યાસે સંસ્થાને આર્થિક યોગદાન પણ આપ્યું હતું. પાટણના મહાકાળી મંદિરના પૂજારી અશોકભાઈ વ્યાસે આશીર્વાદ પાઠવ્યા હતા.

75 વર્ષ પૂર્ણ કરનાર વડીલોને સ્મૃતિચિન્હ, શાલ, થેલી, ધાર્મિક પુસ્તકો સહિતની ભેટો આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં કાઉન્સિલના પદાધિકારીઓ અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભોજન સેવા પટેલ રણછોડભાઈ પુંજાભાઈએ આપી હતી. કાર્યક્રમનું સંચાલન આત્મારામભાઈ નાઈએ કર્યું હતું અને આભાર વિધિ અમૃતભાઈ પટેલે કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande