
અમદાવાદ,30 ડિસેમ્બર (હિ.સ.) દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદના જમાલપુર વિસ્તારમાંથી ભડીયાદ પીર ઉર્ષ મેળા માટે પગપાળા લોકોની જનમેદની ભડીયાદ રવાના થઈ હતી.નિશાન સાથે લોકો અને દરગાહ કમિટી સામૈયા કરી જાંબુડાથી ભડીયાદ તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં આ દરગાહ ખાતે નિશાન ચડાવવાની આ પ્રથા પૂર્ણ કરવામાં આવશે.
અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના ભડીયાદ પીર મુકામે 27 ડિસેમ્બરના રોજ યોજાયેલ ઉર્ષમાં જવા અમદાવાદથી આવનાર નિશાનની સાથે પગપાળા લોકોની જનમેદની ભડીયાદ જવા માટે કાલથી રવાના થઇ છે. 30 તારીખે એટલે કે આજે સવારે ભડીયાદ મહેબુબ બુખારી દરગાહના ગુંબજ ઉપર નિશાન ચડાવવાની પ્રથા પરિપૂર્ણ કરવામાં આવશે.
આ નિશાનની સાથે ધોળકા, ખેડા, અમદાવાદ, વિરમગામ, હળવદ, સુરેન્દ્રનગર, લીમડી તેમજ ભાવનગરથી પાલીતાણા સુધીના તમામ તેમજ કડી, કલોલ, મહેસાણા સુધીના તમામ મુસ્લિમ લોકો પગપાળા આવી રહ્યા છે.
આજે બીજા દિવસે પણ લોકો લાખોની સંખ્યામાં ભડીયાદ ખાતે દાદાના આ મેળામાં પરિવાર સાથે ચાલીને આવી રહ્યા છે.વિવિધ જગ્યાએ લોકોની કમિટી દ્વારા કેમ્પો લગાવીને સેવા પણ આપવામાં આવી રહી છે તેવામાં ચા-પાણી નાસ્તો તેમજ મેડિકલ કેમ્પ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. લોકો ધૂમ દાદા ધુમ બુખારી ના નારા સાથે હર્ષો ઉલ્લાસથી ભડીયાદ ખાતે દાદાના ઉર્ષમાં ભાગ લેવા માટે ઉમટી રહ્યા છે
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ