સિદ્ધપુરમાં મોડી રાત્રે માર્ગ અકસ્માત, ઇન્ટર્ન ડોક્ટરનું મોત
પાટણ, 30 ડિસેમ્બર (હિ.સ.) સિદ્ધપુરના દેથલી રોડ પર લક્ષ્મીપુરા નજીક મોડી રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં ભરૂચના 24 વર્ષીય ઇન્ટર્ન ડોક્ટરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બાઇક પર જઈ રહેલા યુવક સામે અચાનક જનાવર આવી જતાં અકસ્માત સર્જાયો હતો. મૃતકની ઓળખ
સિદ્ધપુરમાં મોડી રાત્રે માર્ગ અકસ્માત, ઇન્ટર્ન ડોક્ટરનું મોત


સિદ્ધપુરમાં મોડી રાત્રે માર્ગ અકસ્માત, ઇન્ટર્ન ડોક્ટરનું મોત


પાટણ, 30 ડિસેમ્બર (હિ.સ.) સિદ્ધપુરના દેથલી રોડ પર લક્ષ્મીપુરા નજીક મોડી રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં ભરૂચના 24 વર્ષીય ઇન્ટર્ન ડોક્ટરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બાઇક પર જઈ રહેલા યુવક સામે અચાનક જનાવર આવી જતાં અકસ્માત સર્જાયો હતો.

મૃતકની ઓળખ અનુપકુમાર વસંતભાઈ પ્રજાપતિ તરીકે થઈ છે. તેઓ સિદ્ધપુરની હોમિયોપેથીક કોલેજમાં ઇન્ટર્નશીપ કરી રહ્યા હતા. ગત રાત્રે આશરે 1.30 વાગ્યે મિત્રને લેવા બાઇક પર દેથલી ચાર રસ્તા તરફ જતા હતા ત્યારે લક્ષ્મીપુરા પાસે ભૂંડ રોડ પર આવી પડ્યું અને બાઇક અથડાઈ હતી.

અકસ્માતમાં અનુપકુમારને ગંભીર ઇજાઓ થતાં તેમનું સ્થળ પર જ અવસાન થયું હતું, જ્યારે ભૂંડનું પણ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં સિદ્ધપુર પોલીસ સ્થળે પહોંચી, મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande