અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં આઇસીયુમાં દર્દીના હાથની નળી નીકળી જતાં લોહી વહ્યું, સગાઓનો બેદરકારીનો આક્ષેપ
અમદાવાદ,30 ડિસેમ્બર (હિ.સ.) અમદાવાદ મ્યુનિસિપલ મહાનગરપાલિકા સંચાલિત એલિસબ્રિજ વિસ્તારમાં એસવીપી હોસ્પિટલમાં આઇસીયુમાં દર્દીના હાથની નળી નીકળી જતાં લોહી વહી ગયું, શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતા સલીમ શેખને ગઈકાલે 29 ડિસેમ્બરના રોજ એલિસબ્રિજ ખાતે આ
અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં આઇસીયુમાં દર્દીના હાથની નળી નીકળી જતાં લોહી વહ્યું


અમદાવાદ,30 ડિસેમ્બર (હિ.સ.) અમદાવાદ મ્યુનિસિપલ મહાનગરપાલિકા સંચાલિત એલિસબ્રિજ વિસ્તારમાં એસવીપી હોસ્પિટલમાં આઇસીયુમાં દર્દીના હાથની નળી નીકળી જતાં લોહી વહી ગયું, શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતા સલીમ શેખને ગઈકાલે 29 ડિસેમ્બરના રોજ એલિસબ્રિજ ખાતે આવેલી એસવીપી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. દર્દીના સગાઓએ બેદરકારીનો આક્ષેપ લગાવ્યો છે.

એસવીપી હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ વૃદ્ધની હાથમાંથી નળી નીકળી ગઈ હતી. જેના પગલે લોહી વહી ગયું હતું. લોહી વહી જતા બેડ પરની ચાદર અને કપડાં લોહીવાળા થઈ ગયાં હતા. દર્દીના સગા જયારે દર્દી પાસે ગયા ત્યારે તેમને લોહી નીકળતા હાજર ડોક્ટરો અને સ્ટાફને જાણ કરી હતી.પરિવારજનોએ આઇસીયુના ડોક્ટર તેમજ સ્ટાફની બેદરકારીનો આક્ષેપ કર્યો છે. લોહી નીકળી ગયું છતાં સ્ટાફ દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહીં. આ મામલે પરિવારજનો દ્વારા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી છે.

એસવીપી હોસ્પિટલના સીઇઓ સૌરભ પટેલે જણાવ્યું હતું કે આઇસીયુ વોર્ડમાં દર્દીને દાખલ કરવામાં આવ્યું છે જેમાં તેમની થોડી હાલત ગંભીર છે તેમના મોઢે માસ્ક લગાડવામાં આવ્યું છે ત્યારે દર્દી દ્વારા કેટલીકવાર માસ્ક કાઢી નાખવામાં આવ્યું અને તેમના હાથમાં લગાવવામાં આવેલી નળી પણ કાઢવાનો પ્રયત્ન કર્યો હતો જેથી આ લોહી નીકળી ગયું હતું.

સામાન્ય રીતે આઇસીયુ વોર્ડમાં દિવસમાં એક જ વાર દર્દીના પરિવારજનોને મળવા દેવામાં આવે છે અને જ્યારે તેઓ આવ્યા ત્યારે આ નળી નીકળી ગયેલી જોવા મળી હતી અને લોહી નીકળ્યું હતું. સ્ટાફની બેદરકારી અને ખોટી રીતે લગાવ્યું હોય એવું નથી પરંતુ દર્દીની હાલત આ પ્રકારની હતી અને તેમને સારું ન લાગતું હોવાથી નળી કાઢવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે લોહી નીકળી ગયું હતું અને આ મામલે જો પોલીસ દ્વારા નિવેદન લખાવવા બોલાવવામાં આવશે તો દર્દીની પરિસ્થિતિ અંગે જાણકારી આપવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande