દિલ્હી હવાઈમથક પર દૃશ્યતામાં સુધારો, ફ્લાઇટ કામગીરી સામાન્ય થઈ
નવી દિલ્હી, 30 ડિસેમ્બર (હિ.સ.) ધુમ્મસને કારણે વિક્ષેપો બાદ રાષ્ટ્રીય રાજધાનીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (આઈજીઆઈ) હવાઈમથક પર આજે ફ્લાઇટની કામગીરી સરળતાથી ચાલી રહી છે. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ હવાઈમથક ઓપરેટર અને દિલ્હી ઇ
હવાઈમથક


નવી દિલ્હી, 30 ડિસેમ્બર (હિ.સ.) ધુમ્મસને કારણે વિક્ષેપો બાદ રાષ્ટ્રીય

રાજધાનીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (આઈજીઆઈ) હવાઈમથક પર આજે

ફ્લાઇટની કામગીરી સરળતાથી ચાલી રહી છે.

ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ હવાઈમથક ઓપરેટર અને દિલ્હી

ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (ડાયલ) એ એક નિવેદનમાં

જણાવ્યું હતું કે,” દૃશ્યતામાં સુધારો થતાં આઈજીઆઈ હવાઈમથક પર ફ્લાઇટની કામગીરી સરળતાથી ચાલી રહી

છે.”

મુસાફરોને જારી કરાયેલી સલાહમાં, ડાયલએ ખાતરી આપી હતી

કે, “મુસાફરોને મદદ કરવા અને જરૂરી સહાય પૂરી પાડવા માટે ગ્રાઉન્ડ સ્ટાફ બધા

ટર્મિનલ્સ પર હાજર છે.”

ડાયલ એ જણાવ્યું હતું

કે, “શહેરમાં ભારે ધુમ્મસ અનુભવાયા પછી દૃશ્યતામાં સુધારો થવાને કારણે ફ્લાઇટ

કામગીરી સરળતાથી ચાલી રહી છે. મુસાફરોને નવીનતમ ફ્લાઇટ સમયપત્રક માટે તેમની

એરલાઇન્સનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે.”

આ પહેલા પણ, દિલ્હીમાં ગાઢ

ધુમ્મસને કારણે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ હવાઈમથક પર નોંધપાત્ર સમસ્યાઓ ઊભી થઈ હતી, જેના પરિણામે

ફ્લાઇટમાં વિલંબ અને રદ થવ જેવી સમસ્યાઓ ઊભી થઈ હતી.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande