
રાયપુર, નવી દિલ્હી, ૩૦ ડિસેમ્બર
(હિ.સ.) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (સંઘ) સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત આજે ત્રણ દિવસના પ્રવાસે છત્તીસગઢ
આવી રહ્યા છે. ડૉ. ભાગવત અભાનપુરના સોનપૈરી ગામમાં, અસંગ દેવ કબીર આશ્રમમાં આયોજિત
એક વિશાળ હિન્દુ સંમેલનને સંબોધિત કરશે. તેઓ સંઘના શતાબ્દી વર્ષ (2૦25-26) ના ભાગ
રૂપે પંચ પરિવર્તન (પાંચ પરિવર્તન) અને સામાજિક સંવાદિતા
જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરીને સમાજના વિવિધ વર્ગો સાથે વાર્તાલાપ કરશે. તેઓ
૩૦, 31 ડિસેમ્બર, 2025 અને 1
જાન્યુઆરી, 2026 ના રોજ
છત્તીસગઢમાં રહેશે.
આયોજન સમિતિના સચિવ પ્રદીપ ગજેન્દ્રએ જણાવ્યું હતું કે,”
રાષ્ટ્રીય સંત અસંગ દેવજી સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ
કાર્યક્રમમાં સનાતન સંસ્કૃતિ, સામાજિક સંવાદિતા અને રાષ્ટ્રીય ચેતના સંબંધિત વિષયો પર
ચર્ચા કરવામાં આવશે. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં સંતો, સામાજિક કાર્યકરો
અને સામાન્ય નાગરિકો આ સંમેલનમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.”
તેમણે જણાવ્યું હતું કે,” કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ
છે, અને સ્થળ પર
પૂરતી સુરક્ષા, પરિવહન અને બેઠક
વ્યવસ્થા કરવામાં આવી છે. સંમેલનનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે હિન્દુ
સંમેલન સમિતિની એક ટીમ તૈનાત કરવામાં આવશે. છત્તીસગઢમાં સંઘના સંગઠનાત્મક કાર્યને
મજબૂત બનાવવા અને શતાબ્દી વર્ષના કાર્યક્રમોની અસરકારકતા સુનિશ્ચિત કરવા માટે,
સંઘના વડાની મુલાકાત મહત્વપૂર્ણ છે.”
હિન્દુસ્થાન સમાચાર / ગેવેન્દ્ર પ્રસાદ પટેલ / કેશવ
કેદારનાથ શર્મા / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ