ઉત્તરાખંડના અલ્મોડામાં બસ ખાઈ માં પડતાં સાત મુસાફરોના મોત
અલ્મોડા (ઉત્તરાખંડ), નવી દિલ્હી, 30 ડિસેમ્બર (હિ.સ.). ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં આજે સવારે બસ ખાઈમાં પડતાં સાત લોકોના મોત થયા છે. પોલીસ, વહીવટીતંત્ર અને એસડીઆરએફ ની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ અકસ્માત જ
બસ ખાઈમાં પડી


અલ્મોડા (ઉત્તરાખંડ), નવી દિલ્હી, 30 ડિસેમ્બર (હિ.સ.). ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં આજે સવારે બસ ખાઈમાં પડતાં સાત લોકોના મોત થયા છે. પોલીસ, વહીવટીતંત્ર અને એસડીઆરએફ ની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ અકસ્માત જિલ્લાના ભીકીયાસૈણ-વિનાયક રોડ પર થયો હતો. પેસેન્જર બસ ભીકીયાસૈણ થી રામનગર જઈ રહી હતી, જે સિલાપાની-સિમલધાર નજીક છે. ઘણા મુસાફરો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. બસમાં અંદાજે 17-18 મુસાફરો હતા.

ઊંડી ખાઈને કારણે બચાવ અને રાહત કામગીરીમાં મુશ્કેલીઓ ઉભી થઈ હતી. ઘાયલોને સારવાર માટે ભીખિયાસૈનની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલોને ઉચ્ચ તબીબી સુવિધાઓમાં રિફર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ અકસ્માતને હૃદયદ્રાવક ગણાવ્યો અને અધિકારીઓને ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો. તેમણે કહ્યું કે, સમગ્ર ઘટના પર સતત નજર રાખવામાં આવી રહી છે. ધામીએ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે ભગવાનને પ્રાર્થના કરી.

મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રને તમામ ઘાયલ મુસાફરોને તાત્કાલિક અને પૂરતી તબીબી સંભાળ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ વહીવટી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. ઘટનાની માહિતી મળતાં જ, વિસ્તાર પંચાયત સભ્ય દીપક કરગેતી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સ્થાનિક લોકોની મદદથી રાહત કાર્ય ઝડપથી હાથ ધરવામાં આવી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / રાજેશ કુમાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande