પ્રધાનમંત્રી મોદીએ, ખાલિદા ઝિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો
નવી દિલ્હી, 30 ડિસેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પક્ષ (બીએનપી) ના અધ્યક્ષ બેગમ ખાલિદા ઝિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે તેને બાંગ્લાદેશ માટે એક ન પૂરી શકાય તેવું નુકસાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી બેગમ ખાલિદા ઝિયા-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 30 ડિસેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પક્ષ (બીએનપી) ના અધ્યક્ષ બેગમ ખાલિદા ઝિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે તેને બાંગ્લાદેશ માટે એક ન પૂરી શકાય તેવું નુકસાન ગણાવ્યું. પ્રધાનમંત્રીએ તેમના નિધનના સમાચાર પર ઊંડો દુ:ખ વ્યક્ત કર્યો.

તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરાયેલા એક શોક સંદેશમાં, પ્રધાનમંત્રી મોદીએ બેગમ ખાલિદા ઝિયાના પરિવાર અને બાંગ્લાદેશના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને પ્રાર્થના કરી કે, ભગવાન તેમને આ મુશ્કેલ સમયમાં આ નુકસાન સહન કરવાની શક્તિ આપે.

તેમણે કહ્યું કે, બાંગ્લાદેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી તરીકે, બેગમ ખાલિદા ઝિયાએ દેશના રાજકીય અને વિકાસના ઇતિહાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારત-બાંગ્લાદેશ સંબંધોને મજબૂત બનાવવામાં તેમનું યોગદાન ભૂલી શકાય નહીં. પ્રધાનમંત્રીએ 2015 માં ઢાકામાં બેગમ ખાલિદા ઝિયા સાથેની તેમની મુલાકાતને પણ યાદ કરી અને કહ્યું કે, તેમના વિચાર અને વારસો ભારત-બાંગ્લાદેશ ભાગીદારીને માર્ગદર્શન આપતો રહેશે. પ્રધાનમંત્રીએ દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી.

બાંગ્લાદેશના પરિવાર અને લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, તેઓ 2015 માં ઢાકામાં બેગમ ખાલિદા ઝિયા સાથેની તેમની મુલાકાતને હંમેશા યાદ રાખશે. તેમણે આશા વ્યક્ત કરી કે બેગમ ખાલિદા ઝિયાનો વારસો અને દ્રષ્ટિકોણ બંને દેશો વચ્ચે સહયોગ અને ભાગીદારીને આગળ વધારવામાં માર્ગદર્શન આપતો રહેશે. પ્રધાનમંત્રીએ દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande