
નવી દિલ્હી, 30 ડિસેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, મંગળવારે નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપી. તેમણે યાદ કર્યું કે બરાબર 82 વર્ષ પહેલાં, આજના દિવસે, 30 ડિસેમ્બર, 1943 ના રોજ, નેતાજીએ આંદામાન અને નિકોબાર ટાપુઓની રાજધાની પોર્ટ બ્લેયરમાં હિંમત અને બહાદુરી સાથે ભારતીય ત્રિરંગો ફરકાવ્યો હતો.
પ્રધાનમંત્રી મોદીએ તેમની પોસ્ટમાં લખ્યું, આ દિવસે, 30 ડિસેમ્બર, 1943 ના રોજ, નેતાજી સુભાષચંદ્ર બોઝે પોર્ટ બ્લેયરમાં હિંમત અને બહાદુરી સાથે ત્રિરંગો ફરકાવ્યો હતો. તે ક્ષણ આપણને યાદ અપાવે છે કે, સ્વતંત્રતા ફક્ત આકાંક્ષાથી જ નહીં, પરંતુ શક્તિ, સખત મહેનત, ન્યાય અને સંગઠિત સંકલ્પથી પણ ઘડાય છે. આજની સુભાષિતા આ ભાવનાને વ્યક્ત કરે છે.
તેમણે સંસ્કૃત સુભાષિત પણ શેર કર્યું :
સમર્થ્યમુલં સ્વાતંત્ર્યં શ્રમુલં ચ વૈભવમ
ન્યાયમુલં સ્વરાજ્યં સ્યાત્ત સંગમુલં મહાબલમ
આનો અર્થ એ છે કે, સ્વતંત્રતાનું મૂળ શક્તિમાં છે, સમૃદ્ધિનું મૂળ સખત મહેનતમાં છે, સુશાસનનું મૂળ ન્યાયમાં છે અને મહાન શક્તિનું મૂળ સંગઠનમાં છે. નોંધનીય છે કે આ ઐતિહાસિક ઘટના બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બની હતી, જ્યારે નેતાજીની આઝાદ હિંદ ફોજે જાપાની સેનાની મદદથી આંદામાન પર કબજો કર્યો હતો અને ત્યાં ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો હતો અને તેને બ્રિટિશ શાસનથી મુક્ત ભારતીય પ્રદેશ જાહેર કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ