નારણપુરા બેફામ સ્પીડે કારચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા, સદનસીબે જાનહાનિ ટળી
અમદાવાદ,30 ડિસેમ્બર (હિ.સ.) અમદાવાદના નારણપુરા બેફામ સ્પીડે કારચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા, સદનસીબે જાનહાનિ ટળી હતી. નારણપુરા વિસ્તારના ભાવિન ચાર રસ્તા પાસે રોંગસાઈડમાં આવેલા કારચાલકે અકસ્માત સર્જી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં એક એક્ટિ
નારણપુરા બેફામ સ્પીડે કારચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા, સદનસીબે જાનહાનિ ટળી


અમદાવાદ,30 ડિસેમ્બર (હિ.સ.) અમદાવાદના નારણપુરા બેફામ સ્પીડે કારચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા, સદનસીબે જાનહાનિ ટળી હતી. નારણપુરા વિસ્તારના ભાવિન ચાર રસ્તા પાસે રોંગસાઈડમાં આવેલા કારચાલકે અકસ્માત સર્જી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં એક એક્ટિવાચાલકને ઈજા પહોંચી હતી.

અકસ્માતની ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં કારચાલક રોંગસાઈડમાં પૂરપાટઝડપે કાર દોડાવતો જોવા મળી રહ્યો છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.સમગ્ર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.જેમાં પૂર ઝડપે આવી રહેલ કાર ચાલક દેખાઈ રહ્યો છે.સદનસીબે અકસ્માતમાં મોટી જાનહાની થઈ નથી.

નારણપુરાના ભાવિન ચાર રસ્તા ખાતે ગઈકાલે સાંજના સમયે પૂર ઝડપે રોંગ સાઈડમાં આવતા કાર ચાલકે ચાર રસ્તા પાસે પહોંચતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.જેના કારણે ચાર રસ્તા પર એક્ટિવા રીક્ષા અને અન્ય કારને ટક્કર મારી હતી. આ ટક્કર વાગતા એક્ટિવા ચાલક એક્ટિવા પરથી નીચે પછડાયો હતો,જ્યારે રિક્ષાને ટક્કર વાગતા રીક્ષાની દિશા પણ બદલાઈ ગઈ હતી.

પોલીસે સીસીટીવીના આધારે કારચાલકની શોધખોળ શરૂ કરી. અકસ્માત અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande