વરાછામાં બહેનનું વારસદાર તરીકે નામ છુપાવી ભાઈએ મિલ્કત પચાવી પાડી
સુરત, 31 ડિસેમ્બર (હિ.સ.): વરાછા બોમ્બે માર્કેટ પૂણાગામ રોડ વિસ્તારમાં રહેતી રત્ન કલાકાર મહિલાનું વારસદાર તરીકે નામ છુપાવી તેના સગાભાઈએ મિલ્કત પચાવી પાડી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ઈશ્વરનગર સોસાયટી વિભાગ-01, રણુજ
Fraud


સુરત, 31 ડિસેમ્બર (હિ.સ.): વરાછા બોમ્બે માર્કેટ પૂણાગામ રોડ વિસ્તારમાં રહેતી રત્ન કલાકાર મહિલાનું વારસદાર તરીકે નામ છુપાવી તેના સગાભાઈએ મિલ્કત પચાવી પાડી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ઈશ્વરનગર સોસાયટી વિભાગ-01, રણુજાધામની બાજુમાં, બોમ્બે પુણા રોડ વરાછા ખાતે રહેતા ચંદ્રાકાબેન સુરેશભાઈ મોરી (ઉ.વ.42)એ ગતરોજ તેના ઘર પાસે રહેતા સગાભાઈ ધર્મેન્દ્ર પ્રભુભાઈ કણઝરીયા (ઉ.વ.32) સામે ફરિયાદ નોધાવી છે. જેમાં ચંદ્રીકાબેનએ જણાવ્યું હતું કે, આરોપી ધર્મેન્દ્ર જે મકાનમાં રહે છે તે મકાન તેના પિતાનું હોવાથી તેઓ મિલ્કતમાં કાયદેસરના વારસદાર હોવા છતાંયે ધર્મેન્દ્ર કણઝરીયાઍ તેમની જાણ બહાર રૂપિયા ૫૦ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામુ બનાવી નોટરી કરાવી હતી અને ખોટા સોગદનામાના અધારે મગોબના મહેસુલ તલાટી પાસે મિલ્કત અંગે ખોટુ પેઢીનામું બનાવી તેમાં ચંદ્રીકાબેનનું વારસદાર તરીકે નામ છુપાવ્યું હતુ. ત્યારબાદ ધર્મેન્દ્રએ આ બોગસ પેઢીનામાના આધારે મનપામાં મિલ્કત પોતાના નામે કરી તેમની સાથે વિશ્વાસઘાત કર્યો હતો. વરાછા પોલીસે ચંદ્રીકાબેનની ફરિયાદને આધારે તેના ભાઈ ધર્મેન્દ્ર કણઝરીયા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande