
સુરત, 31 ડિસેમ્બર (હિ.સ.): ઉત્રાણ, વી.આઈ.પી. સર્કલ વિસ્તારમાં રહેતા 65 વર્ષીય વિધવાને કતારગામ કાશાનગર દરગાહ પાસે ભેટી ગયેલા મહિલા સહિત બે ગઠિયાઓ રૂપિયા એક લાખના મત્તાની સોનાની ચેઈન પડાવી રફુચક્કર થઈ ગયા હતા.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સુમન સુરજ આવાસ, વી.આઈ.પી. સર્કલ પાસે, ઉત્રાણ ખાતે રહેતા 65 વર્ષીય હંસાબેન છોટુભાઈ ગોહિલ ગત તા 23 ડિસેમ્બરના રોજ કતારગામ બળા ગણેશ મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા અને મંદિરમાં દર્શન કરી ચાલતા ચલતા કતારગામ પીપલ્સ બેન્ક ખાતે કામ અર્થે જતા હતા. તે વખતે કતારગામ, કાશાનગર દરગાહ પાસે ગઠિયાઓ સાથે ભેટો થયો હતો. અજાણ્યો છોકરો તેમની પાસે આવી માજી હું મારા શેઠના ઘરેથી આ પોટલી ચોરી કરી લઈ આવેલ છું અને આમા શું છે તે મને ખબર નથી. હંસાબેનએ છોકરા પાસેથી પોટલી જાવા માટે લેવાની સાથે જ અજાણી મહિલા આવી તેમના હાથમાંથી પોટલી લઈ દાંતથી ફાડી નાંખી હતી. પોટલીમાંથી બે ૫૦૦ રૂપિયાની નોટ કાઢી હંસાબેનને આપી આમા તો બે લાખ રૂપિયા હોય તેવુ લાગે છે. ત્યારબાદ હંસાબેન સહિત ત્રણેય જણા ચાલતા ચાલતા કાશાનગર દરગાહ પહોચતા છોકરાએ મને પોટલીમાંથી કાંઈ જોઈતુ નથી મને ગામ જવાનું ભાડુ આપી દો હોવાનુ કહેતા મહિલાએ હંસાબેનને છોકરાને ગામની બસમાં બેસાડી દઉ પછી આપડે બંને પોટલીમાં રહેલા રૂપિયા સરખા ભાગે પહેચી લઈશું કહી હંસાબેનના ગળામાંથી એક લાખની કિંતની સોનાની ચેઈન કઢાવી રૂમાલના છેડા ઉપર બાંધી હંસાબેનને પોટલી આપી દરગાહ પાસે બેસી રહો હું છોકરાને બસમાં મુકી આવુ અને હું નહી આવુ ત્યાં સુધી પોટલી ખોલતા નહી હોવાનુ કહી પરત આવી ન હતી. જેથી હંસાબેનએ પોટલી ખોલીને જાતા તેમાંથી કાગળન ટુકડા હતા અને સોનાની ચેઈન ગાયબ હતી. હંસાબેનને ખ્યાલ આવી ગયો કે તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. જેથી ગતરોજ કતારગામ પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે