પાંડેસરામાં માતા માટે પાણી લેવા જતા દીકરાને અજાણ્યા વાહન ચાલકે ઉડાવતા કરુણ મોત
સુરત, 24 ફેબ્રુઆરી (હિ.સ.)-સુરતના પાંડેસરા વિસ્તારમાં બાટલી બોય એચપી પેટ્રોલ પંપ પાસે ફૂટપાથ પર રહેતા આત્મારામ બાગરીયા ની પત્ની કાલીબાઈ અને તેનો 13 વર્ષનો દીકરો લાદુરામ ભીખ માગી પોતાનો ગુજરાન ચલાવે છે. ગત તારીખ 23/2/2025 ના રોજ સાંજે 05:45 વાગ્યાના અ
Accident


સુરત, 24 ફેબ્રુઆરી (હિ.સ.)-સુરતના પાંડેસરા વિસ્તારમાં બાટલી બોય એચપી પેટ્રોલ પંપ પાસે ફૂટપાથ પર રહેતા આત્મારામ બાગરીયા ની પત્ની કાલીબાઈ અને તેનો 13 વર્ષનો દીકરો લાદુરામ ભીખ માગી પોતાનો ગુજરાન ચલાવે છે. ગત તારીખ 23/2/2025 ના રોજ સાંજે 05:45 વાગ્યાના અરસામાં કાલીબાઈ અને તેનો દીકરો લાદુરામ બાટલી બોય સર્કલ પાસે પ્રમુખ પાર્ક ઇન્ડસ્ટ્રીયલના ગેટ સામે બેસીને ભીખ માંગતા હતા. આ દરમિયાન કાલીબાઈને પાણીની તરસ લાગતા તેનો દીકરો લાદુરામ પાણી લેવા માટે સુરત થી નવસારી તરફ જતા મેઇન રોડ ક્રોસ કરતો હતો. આ દરમિયાન પુરપાટ ઝડપે નીકળેલા અજાણ્યા વાહન ચાલકે લાદુરામને અડફેટે લીધો હતો. જેના કારણે તેને માથામાં તથા શરીર પર ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ તેની માતા કાલીબાઈ ત્યાં પહોંચી ગઈ હતી અને પોતાના માટે પાણી લેવા ગયેલા માસુમ દીકરાને મોતને ભેટેલો જોઈ તેના હૈયાફાટ રૂદનના કારણે સ્થાનિક હાજર લોકો પણ હચમચી ગયા હતા. બનાવની જાણ થતાની સાથે જ પાંડેસરા પોલીસે ઘટના સ્થળે પહોંચી અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande