ભરૂચની મારવાડી આફ્રિન ઘોડીએ મહારાષ્ટ્રમાં 100 ઘોડાઓમાં મેદાન મારી ગૌરવ અપાવ્યું
ભરૂચ, 25 ફેબ્રુઆરી (હિ.સ.) પુણામાં ઇન્ડિજિનસ હોર્સ ઓનર્સ એસોસિએશન (IHOA) દ્વારા આયોજિત 9મા મારવાડી ઘોડા પ્રજાતિ શોમાં ભરૂચની મારવાડી ઘોડી આફ્રિને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. 22 અને 23 ફેબ્રુઆરી 2025ના રોજ જપાલોપે ઇક્વેસ્ટ્રિયન સેન્ટર, તળેગાંવ-દભ
ભરૂચની મારવાડી આફ્રિન ઘોડીએ મહારાષ્ટ્રમાં 100 ઘોડાઓમાં મેદાન મારી ગૌરવ અપાવ્યું


ભરૂચની મારવાડી આફ્રિન ઘોડીએ મહારાષ્ટ્રમાં 100 ઘોડાઓમાં મેદાન મારી ગૌરવ અપાવ્યું


ભરૂચ, 25 ફેબ્રુઆરી (હિ.સ.) પુણામાં ઇન્ડિજિનસ હોર્સ ઓનર્સ એસોસિએશન (IHOA) દ્વારા આયોજિત 9મા મારવાડી ઘોડા પ્રજાતિ શોમાં ભરૂચની મારવાડી ઘોડી આફ્રિને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. 22 અને 23 ફેબ્રુઆરી 2025ના રોજ જપાલોપે ઇક્વેસ્ટ્રિયન સેન્ટર, તળેગાંવ-દભાડે ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં દેશભરમાંથી 100 મારવાડી ઘોડાના માલિકોએ ભાગ લીધો હતો.

ભરૂચના એમ.કે. ટીમ્બરના માલિક હુસૈન ગુલામ હુસૈન વાલાની 29 મહિનાની ઘોડી આફ્રિને મિલ્ક ટીથ કેટેગરીમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આફ્રિન રૂબનસ્ટાર અને જાસ્મીન નામના અશ્વની સંતાન છે. તે કલાકાતા, આલિશાન અને રત્નાકર જેવા પ્રતિષ્ઠિત અશ્વની વંશજ છે.

હુસૈન ગુલામહુસૈને જણાવ્યું કે તેમણે છેલ્લા બે વર્ષથી આફ્રિનની તૈયારીઓ કરાવી હતી. આ સફળતાથી ગુજરાત અને ભરૂચના ઘોડા પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. તેમણે વધુમાં જણાવ્યું કે હવે તેઓ બે દાંત અને ચાર દાંતની કેટેગરીની સ્પર્ધાઓ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande