ચૌટા બજારમાં એક કારીગર દ્વારા બીજા કારીગરની હત્યાની કોશિશ
સુરત, 25 ફેબ્રુઆરી (હિ.સ.) શહેરના લાલગેટ વિસ્તારમાં નાણાવટ ખાતે કપડાની દુકાનમાં કામ કરતા બે કર્મચારીઓ વચ્ચે નજીવી બાબતમાં બોલાચાલી થઈ હતી. જેમાં એક વ્યક્તિએ ઉશ્કેરાઈને પોતાની પાસેનું ચપ્પુ કાઢી 17 વર્ષના કિશોરને ઉપરાછાપરી ઘા મારી હત્યા ની કોશિશ કરત
ચૌટા બજારમાં એક કારીગર દ્વારા બીજા કારીગરની હત્યાની કોશિશ


સુરત, 25 ફેબ્રુઆરી (હિ.સ.) શહેરના લાલગેટ વિસ્તારમાં નાણાવટ ખાતે કપડાની દુકાનમાં કામ કરતા બે કર્મચારીઓ વચ્ચે નજીવી બાબતમાં બોલાચાલી થઈ હતી. જેમાં એક વ્યક્તિએ ઉશ્કેરાઈને પોતાની પાસેનું ચપ્પુ કાઢી 17 વર્ષના કિશોરને ઉપરાછાપરી ઘા મારી હત્યા ની કોશિશ કરતાં ચકચાર મચી જવા પામી હતી. બનાવને પગલે આખરે ભોગ બનનાર કિશોરની માતાએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલો કરનાર સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે સોની ફળિયામાં પાણીની ભીત પાસે આવેલ મેમણ પ્લાઝામાં રહેતા અબ્દુલસમજ અબ્દુલરહુંફ શેખનો 17 વર્ષનો દીકરો સાહિલ ચૌટા બજારમાં પોલીસ ચોકીની સામે આવેલ રીન્કુ ફેશન નામની કપડાની દુકાનમાં કામ કરે છે. તેની સાથે જ ભદ્રેશ ચંદ્રકાંત સાંકલે (રહે સ્વીકાર એપાર્ટમેન્ટ નાણાવટ લાલ ગેટ) પણ ત્યાં જ સાથે કામ કરે છે. ગત તારીખ 24 ફેબ્રુઆરી ના રોજ સાંજે 5:30 થી 6:00 વાગ્યાના સમયગાળા દરમિયાન બંને દુકાનમાં હાજર હતા ત્યારે એક ગ્રાહક આવ્યું હતું. જેથી ભદ્રેશે સાહિલને સાઈડમાં હટી જવા માટે જણાવ્યું હતું પરંતુ સાહિલ હટ્યો ન હતો. જેના કારણે ભદ્રેશે સાહિલને એલફેલ ગાળો આપી હતી. બનાવને પગલે સાહિલે એલ ફેલ ગાળો આપવાની ના પાડતા બંને વચ્ચે ઝપાઝપી બાદ મારા મારી થઈ હતી. જેથી ભદ્રેશએ પોતાની પાસેનું ચપ્પુ કાઢી સાહિલને કમરમાં તથા પેટમાં ઉપરા છાપરી જીવલેણ ઘા મારી દીધા હતા. જેના કારણે તે લોહી લુહાણ થઈ ત્યાં જ ફસડાઇ પડ્યો હતો. બનાવને પગલે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે સાહિલ ની માતા સકીનાએ અઠવાલાઇન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભદ્રેશ સાકલે સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande