ચાસવડ ગ્રામ પંચાયતે ગૌચરમાં 10 ઘરોમાં કરેલ દબાણ ઉપર ફેરવ્યું બુલડોઝર કર્યું દબાણ દૂર
- પંચાયતની 45 એકર જમીનમાંથી 12 એકર જમીનમાં 10 લોકોએ ઘર અને વાડા બનાવી દીધા હતા ભરૂચ,25 ફેબ્રુઆરી (હિ.સ.) ચાસવડ ગ્રામ પંચાયતની હદમાં આદિવાસી ફળિયાથી 500 મીટર દૂર ગામ ગૌચરની 45 એકર જમીનમાંથી 12 એકર વિસ્તારમાં 10 જેટલા લોકોએ ઘર અને વાડા બનાવી વર્ષ
ચાસવડ ગ્રામ પંચાયતે ગૌચરમાં 10 ઘરોમાં કરેલ દબાણ ઉપર ફેરવ્યું બુલડોઝર કર્યું દબાણ દૂર


ચાસવડ ગ્રામ પંચાયતે ગૌચરમાં 10 ઘરોમાં કરેલ દબાણ ઉપર ફેરવ્યું બુલડોઝર કર્યું દબાણ દૂર


ચાસવડ ગ્રામ પંચાયતે ગૌચરમાં 10 ઘરોમાં કરેલ દબાણ ઉપર ફેરવ્યું બુલડોઝર કર્યું દબાણ દૂર


- પંચાયતની 45 એકર જમીનમાંથી 12 એકર જમીનમાં 10 લોકોએ ઘર અને વાડા બનાવી દીધા હતા

ભરૂચ,25 ફેબ્રુઆરી (હિ.સ.) ચાસવડ ગ્રામ પંચાયતની હદમાં આદિવાસી ફળિયાથી 500 મીટર દૂર ગામ ગૌચરની 45 એકર જમીનમાંથી 12 એકર વિસ્તારમાં 10 જેટલા લોકોએ ઘર અને વાડા બનાવી વર્ષો પહેલા દબાણ કર્યું હતું જેને કોર્ટનો ચુકાદો ગ્રામ પંચાયત તરફે આવતા દબાણ પહેલા નોટીસો આપી આજરોજ દૂર કરવામાં આવ્યું હતું. ચાસવડ ગામે ગામના 10 વ્યક્તિઓ દ્વારા ગામતળ, ગૌચર અને સરકારી જમીનમાં ગેરકાયદેસર કરેલ દબાણ પર કાયદેસર રીતે બુલડોઝર ફેરવી દબાણ દૂર કર્યુ હતું. માં ગ્રામ પંચાયત ચાસવડ વિરુદ્ધ વાલીયા કોર્ટમાં અર્જુન સિન્ડિયા વસાવા ગૌચરના દબાણ બાબતે ગયા હતા .જેનો 2018 માં ગ્રામ પંચાયત તરફે નેત્રંગ કોર્ટમાં ચુકાદો આવ્યો હતો. ત્યારબાદ ફરી પિટિશન દાખલ કરી ઉપલી કોર્ટમાં આ 10 લોકો ગયા હતા .જેનો 2024 માં જુલાઈ મહિનામાં ફરી ગ્રામ પંચાયત તરફે ચુકાદો આવ્યો હતો ત્યારે ચોમાસુ હોવાથી દબાણ હટાવેલ નહીં અને 12/02 /2025 ના રોજ આખરી નોટિસ દબાણ હટાવવા માટે આપી હતી તેમ છતાં આ લોકોએ દબાણ હટાવેલ નહીં આખરે ઠરાવ કરી દબાણ દૂર કરવાની તારીખ 24 /02/ 2025 નક્કી કરી જેની નોટિસ પણ આ 10 જેટલા ઘરના લોકોને ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવી હતી .જેથી 10 જેટલા ઘરના લોકોએ દબાણ કરેલ તે ટીડીઓ સોહેલ પટેલ, મામલતદાર રીતેશ કોંકણી, ચાસવડ ગ્રામ પંચાયતના સરપંચ જશુબેન મનસુખ વસાવા, તલાટી કમમંત્રી મયુર વસાવા, ગામ આગેવાનો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 10 પૈકી 5 ઝૂપડા તોડવામાં આવ્યા હતા 1 વ્યક્તિએ સ્વેચ્છાએ તેનું છાપરું ઉતાર્યું હતું જ્યારે 4 દબાણ કરતાએ આજીજી સરપંચને કરતા 2/3/2025 સુધીનો સમય આપવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande