જુનાગઢ,25 ફેબ્રુઆરી (હિ.સ.) જૂનાગઢ,તા. ૨૫ જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ દાવત બિવરેજીસ પ્રા.લી., સીનોવા ગીયર્સ એન્ડ ટ્રાંશમીશન પ્રા.લી, એસ.બી.આઇ. લાઇફ ઇન્સ્યુરંશ કં.લી. ભારતિય જીવન વિમા નીગમ (LIC OF INDIA) કેશોદ બ્રાંચ એકમ માટે કેમીસ્ટ, લાઇન એન્જીનીયર, મશીન ઓપરેટર, સી.એન.સી, વિ.એમ.સી. ઓપરેટર, ફિટર, લાઇફ મીત્ર કે વિમા સલાહકાર ની જગ્યાઓ માટે 18 થી 45 વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાને અનુરૂપ એસ.એસ.સી. થી સ્નાતક (આઇ.ટી.આઇ. કે ડિપ્લોમા) જગ્યાને અનુરૂપ શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ દ્વારા, આઇ.ટી.આઇ. કેમ્પસ-કેશોદ ખાતે 28 ફેબ્રુઆરીના રોજ સવારે કરવામાં આવેલ છે.પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ