પાટણ, 25 ફેબ્રુઆરી (હિ.સ.) રાધનપુર શહેરમાં તાજેતરમાં ચોરીના બનાવો વધ્યા છે, જેમાં શ્રી ચામુંડા નગર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં એક મોટી ચોરી થઈ છે. કેટસૅના વ્યવસાય સાથે સંકળાયેલા બકાભાઈના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું.
તસ્કરોએ મુખ્ય દરવાજાનો ઉલાળો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો અને કબાટમાંથી રોકડ રકમ અને દાગીના મળી કુલ 4.20 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા. બકાભાઈએ આ અંગે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, અને પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.પાટણ પંથકમાં ઘરફોડ ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્થાનિક રહીશોએ પોલીસ પેટ્રોલિંગ વધારવાની અને રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવાની માંગ કરી છે, જેથી ચોરીઓ અટકાવી શકાય.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર