ભાવનગર,26 ફેબ્રુઆરી (હિ.સ.) શિવાજીની આરધના ભક્તિનો દિવસ અને મહારાત્રી એટલે શિવરાત્રી, આજે વહેલી સવારથી જ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા અને શિવભકતોએ મહાદેવનું પૂજન તેમજ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે, ક્યારે ભાવનગર નજીકના માણનાથ મહાદેવના મંદિરે હજારોની સંખ્યામાં ભાવિક ઉમટી પડ્યા હતા.ત્યારે ભાવનગર નજીકના નાના છોકરાના ડુંગરોની ગીરી માળામાં બિરાજમાન માણનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વને લઈને હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ પડ્યા હતા વહેલી સવારથી જ અહીંયા શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી અહીંયા માળનાથ ગ્રુપ દ્વારા શ્રદ્ધાળુ માટે ફરાળી પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે જેનો હજારો શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો દિવસ દરમિયાન ધુન કીર્તન ભજન મહાઆરતી દીપમાળા સહિતના ધાર્મિક કાર્યક્રમો ઉજવાયા.
.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ