મોડાસા,
5 ફેબ્રુઆરી (હિ.સ.) ધનસુરા પોલીસે હત્યાની કોશિષ અને રાયોટિંગના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લીધાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જે. પ્રજાપતિ ધનસુરા પોલીસ સ્ટેશનનાઓએ ધનસુરા પોલીસ સ્ટેશનને ભારતીય ન્યાય સંહિતાતથા જી.પી એક્ટ કલમ:૧૩૫ મુજબના કામે આરોપીઓ એક સંપ થઇ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા સારૂ ગેર કાયદેસર મંડળી રચી મોટર સાયકલો ઉપર આવી જઇ ફરીયાદીને કહેલ કે આજે તો તને છોડવાનો નથી ખતમ કરી નાખવાનો છે તેવુ કહિ જાનથી મારી નાખવાના ઇરાદે ભોગબનનારને ગડદા પાટુનો માર મારી એક આરોપીએ પોતાના હાથમાંનુ ચપ્પુ ભોગબનનાર ફરીયાદીને પીઠની ડાબી બાજુ તથા ડાબા હાથની પ્રથમ આંગળી ઉપર મારી ઇજાઓ કરી મા-બેન સામી નઠારી ગાળો બોલી,જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગુન્હો કરેલ હતો જે ફરીયાદ આધારે ધનસુરા પોલીસે ઉપરી અધીકારીઓની સુચનાઓને ધ્યાને લઇ અલગ અલગ ટીમો બનાવી હ્યુમનસોર્સ તથા ટેકનીકલ સોર્સની મદદથી ખાનગી રાહે બાતમી મેળવી ખુન કરવાની કોષીષ તથા રાયોટીંગના આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે. આમ ખુનની કોશીષ તથા રાયોટીંગ જેવા ગંભીર ગુન્હાના આરોપીઓને ઝડપી પાડવામાં અને ગુન્હાનો ભેદ ઉકેલવામાં ધનસુરા પોલીસને સફળતા મળેલ છે
પકડાયેલ આરોપીનું નામ :-
(૧) મહેશભાઇ રમણભાઈ પરમાર રહે.રામપુરા તા. ધનસુરા જી.અરવલ્લી
(૨) ભાવેશસિંહ ખોડસિંહ સોલંકી રહે.અંગુઠલા તા.દહેગામ જી.ગાંધીનગર
(૩) વિશાલકુમાર ફતાજી ઠાકોર રહે.અંગુઠલા તા.દહેગામ જી.ગાંધીનગર
(૪) જતીનભાઈ ગિરિશભાઈ વણકર રહે.રામપુરા તા.ધનસુરા જી.અરવલ્લી
(૫) વિજયભાઈ જગદીશભાઈ વાઘરી રહે. અંગુઠલા તા.દહેગામ જી.ગાંધીનગર
(૬) રાજુભાઈ સુરેશભાઈ વાઘરી રહે.અંગુઠલા તા.દહેગામ જી.ગાંધીનગર
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ