મોડાસા,5 ફેબ્રુઆરી (હિ.સ.) અરવલ્લી જિલ્લાની અંદર પણ દાદા નો બુલડોઝર ફરી વળ્યુ હતું અને મેઘરજ તાલુકાના રામગઢી ખાતે રસ્તાની બંને બાજુ દબાણ દૂર કરવામાં આવ્યું હતું. રામગઢી ગામે છે મુખ્ય રોડ આવેલ છે રોડની બંને બાજુ દબાણ કરવામાં આવ્યું હતું જેના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હતો આ બાબતે વારંવાર મીડિયા મારફતે પણ અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવતા હતા પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હતી પરંતુ દબાણને લઈને કલેક્ટરના રાત્રિ રોકાણ તેમજ સ્વાગત કાર્યક્રમમાં અરજી કરાઈ હતી જેને અનુસંધાને તંત્ર સફારે જાગ્યું હતું અને તાલુકા ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ સ્ટાફની ઉપસ્થિતિની અંદર રોડની બંને બાજુનું દબાણ દૂર કરાયું હતું પરંતુ હાલ પણ મેઘરજ તાલુકાની અંદર કેટલીક જગ્યાઓએ સરકારી જમીન પર દબાણ જોવા મળી રહ્યું છે તેમજ આ બાબતે પણ કેટલીક રજુઆતો તેમજ અરજી મેધરજ તાલુકા પંચાયત ખાતે કરવામા આવેલી છે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે પરંતુ કયા કારણે દબાણ દૂર નથી થતું તે પણ એક સવાલ છે. મેઘરજ તાલુકામા સરકારી જમીન પર થયેલ અન્ય દબાણો પણ દૂર કરવામાં આવી તેવી હાલ લોક ચર્ચાએ વેગ પકડ્યો છે
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ