અંકલેશ્વરમાં આઈ ખોડીયાર જયંતી નિમિતે ભવ્યાતિભવ્ય માઁ ખોડલની રથયાત્રા યોજાય
- રંગ વિવંતાથી પ્રસ્થાન કરી જીઆઈડીસીમાં 11 સ્થાન ઉપર માતાજીનો રથ ફર્યો હતો હજારો લોકો જોડાયા ભરૂચ,05 ફેબ્રુઆરી (હિ.સ.) અંકલેશ્વર જીઆઇડીસી ખાતે મા ખોડીયારના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સર્વપ્રથમ મા ખોડલની રથયાત્રા મેઘાણી પરિવાર દ્વારા કાઢવામાં આવી હતી
અંકલેશ્વરમાં આઈ ખોડીયાર જયંતી નિમિતે ભવ્યાતિભવ્ય માઁ ખોડલની રથયાત્રા યોજાય


અંકલેશ્વરમાં આઈ ખોડીયાર જયંતી નિમિતે ભવ્યાતિભવ્ય માઁ ખોડલની રથયાત્રા યોજાય


અંકલેશ્વરમાં આઈ ખોડીયાર જયંતી નિમિતે ભવ્યાતિભવ્ય માઁ ખોડલની રથયાત્રા યોજાય


- રંગ વિવંતાથી પ્રસ્થાન કરી જીઆઈડીસીમાં 11 સ્થાન ઉપર માતાજીનો રથ ફર્યો હતો હજારો લોકો જોડાયા

ભરૂચ,05 ફેબ્રુઆરી (હિ.સ.) અંકલેશ્વર જીઆઇડીસી ખાતે મા ખોડીયારના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સર્વપ્રથમ મા ખોડલની રથયાત્રા મેઘાણી પરિવાર દ્વારા કાઢવામાં આવી હતી જેમાં જીઆઇડીસીમાં વસતા દરેક સમાજ અને સંસ્થાઓને સાથે લઈને આ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રાના રૂટમાં સમાજસેવી સંસ્થા અને સમાજ અગ્રણીઓ દ્વારા રથયાત્રીઓ માટે વિવિધ પાણી, ચા ,લસ્સી, વેફર અને ઠંડા પીણા જેવી વસ્તુઓની વ્યવસ્થા કરી હતી. મા ખોડીયારની આ રથયાત્રામાં હજારો લોકો જોડાયા હતા .રથયાત્રાના સમાપન સમયે સમૂહમાં મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર જીઆઇડીસીમાં રંગવીવંતા ખાતે રહેતા જગદીશ મેઘાણી દ્વારા આજે કુળદેવી મા ખોડીયાર બ્રહ્માણીના આદેશથી પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્યાતિ ભવ્ય રથયાત્રાનું આયોજન કર્યું હતું .આ રથયાત્રા માતાજીની પૂજા કરીને સાક્ષાત માતાજી હાજર હોય તેવી મૂર્તિ મઢુલીમાં બિરાજમાન કરવામાં આવી હતી .માતાજીના આ રથને ભક્તોએ દોરડા વડે ખેંચીને જીઆઇડીસીમાં નિયમ ચોકડી ,ગોલ્ડન પોઇન્ટ , સીટી સેન્ટર ,સરદાર પાર્ક ,સરદાર ભવન ,સાવન , પારસમણિ અને નિયમ ચોપડી થઈ પરત રંગવિવંતા ખાતે આરતી કરીને પૂર્ણાહુતી કરવામાં આવી હતી .રથમાં નાની કુવારીકાઓએ માતાજીનું રૂપ ધારણ કરી ત્રિશૂલ સાથે સાજ શણગાર કર્યા હતા.રાત્રે ભવ્ય લોક ડાયરો યોજાશે જેમાં આર્યન ભગત,માનસિંહ ગોહિલ અને પિનલ પટેલ મોજ કરાવશે .

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande