અંબાજી, 05 ફેબ્રુઆરી (હિ. સ)યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બરગઢ ખાતે ગબ્બર પરિક્રમાપથ પર 51 શક્તિપીઠ મંદિરોનો વિશેષ પરિક્રમા મહોત્સવ ઉજવવામાં આવનાર છે જેને લઇ મંદિર દિવસના ટ્રસ્ટ તેમજ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ ગબ્બર પરિક્રમા મહોત્સવ આગામી 9 થી 11 ફેબ્રુઆરી ના ત્રિદિવસીય કાર્યક્ર્મ યોજશે જેમાં પ્રથમ દિવસે પાલખી યાત્રા,ઘંટી યાત્રા અને ધજા યાત્રા, બીજાં દિવસે પાલખી યાત્રા, પાદુકા યાત્રા અને ચમાર યત્રવાને ત્રીજા છેલ્લાં દિવસે મશાલ યાત્રા, જ્યોત યાત્રાને ત્રિશૂળ યાત્રા યોજશે હાલ તબક્કે પરિક્રમા
પથ ઉપર આવેલા 51 શક્તિપીઠના મંદિરોને હાલ તબક્કે તૈયારીના ભાગરૂપે વિવિધ શણગાર ચાલી રહ્યો છે જ્યારે ત્રણે દિવસ વિવિઘ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે આ પરિક્રમા મહોત્સવમાં આવનાર લાખોની સંખ્યામાં જે માઈ ભક્તો આવશે તેમના માટે નિશુલ્ક ભોજન વ્યવસ્થા સહિત ની અનેક સુવિધા માટે 20 જેટલી સમિતિઓ પણ બનાવવાના આવું છે બનાસકાંઠા સહિત આસપાસના જિલ્લાઓમાંથી 500 જેટલી એસ્ટી બસ ની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 3 dysp,10 pi,30 psi સાથે 750 જેટલા પોલીસ કર્મીઓ પોતાની ફરજ બજાવશે. તેમ મંદિર ટ્રસ્ટ ના ચેરમેન અને જીલ્લા કલેકટર મીહીર પટેલ એ જણાવ્યું હતું
આ પ્રેસ કોન્ફરન્સ માં જિલ્લા વિકાસ અધિકારી એન જે દવે , મંદિર ટ્રસ્ટ ના અધીક કલેકટર કૌશિક મોદી ,માહિતી ખાતા માં અઘિકારી કુલદીપ પરમાર, pi R B ગોહિલ ઓ સહિત મિડિયા કર્મી ઓ ઊપસ્થિત રહી પરિક્રમા મહોત્સવ ને સફળ બનાવવા અપીલ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ